Site icon Revoi.in

નવસારીમાં PM મોદીએ કરોડોના વિકાસ કાર્યોનું ભૂમિપૂજન-લોકાર્પણ કર્યું, કોંગ્રેસ ઉપર આકરા પ્રહાર

Social Share

અમદાવાદઃ ગુજરાતની એક દિવસની મુલાકાતે આવેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ નવસારીમાં કરોડોના વિકાસ કાર્યનું ખાતમૂહર્ત અને લોકાર્યણ કર્યું હતું. આ પ્રસંગ્રે તેમણે આદિવાસી સમાને પ્રર્યાવરણના રક્ષક ગણાવ્યાં હતા. તેમજ વિકાસના મામલે તેમણે કોંગ્રેસ ઉપર આકરા પ્રહાર કર્યાં હતા. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સ્થાનિકો સાથે સંવાદ કર્યો હતો. આ વિકાસકાર્યોનો દક્ષિણ ગુજરાતના પાંચ જિલ્લાના લોકોને લાભ મળશે.

ગુજરાતની મુલાકાતે આવેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ નવસારીમાં એસ્ટોલ યોજના તથા અન્ય વિકાસકાર્યોનું પણ લોકાર્પણ કર્યું હતું. વડા પ્રધાન નરેન્દ્ર મોદી ચીખલી તાલુકાના ભડવેલ ગામ ૨૦૦૦ કરોડથી વધુની યોજનાઓનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ કર્યું હતું. આ પ્રસંગ્રે નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે, ગુજરાતમાં ભુપેન્દ્ર પટેલ અને સીઆર ની જોડી આજે કામ કરી રહી છે.  જે મુખ્યમંત્રી સમયે હું ન કરી શક્યો એ મારા સહયોગીઓ કરી રહ્યા છે. દક્ષિણ ગુજરાતના કરોડો લોકોનું જીવન આસાન બનાવવામાં આવશે. વીજળી પાણી, માર્ગો સહિત તમામ સુવિધા આપવામાં આવશે. દેશમાં સૌથી વધુ સમય સરકાર ચલાવી તેઓએ વિકાસ કર્યો જ નથી. વિકાસના કામ માટે મહેનત કરવી પડે છે. 8 વર્ષમાં વીજળી, આવાસ, ગેસ સિલિન્ડર શુદ્ધ પીવાનું પાણી આપવામાં સફળ થયા છે. સૌનો સાથ સૌનો વિકાસ ને ધ્યાને રાખી ગરીબ કલ્યાણના કામો કર્યા છે. કોઈપણ ગરીબ કોઈ યોજનાના લાભ થી છૂટે નહીં તે ધ્યાન રાખવાની છે.  વિરોધી ઓને એવું લાગે ચૂંટણી આવી એટલે કામો કરે છે. પરંતુ મારો પડકાર છે કે, એક અઠવાડિયુ બતાવો જેમાં વિકાસ ના કામો ન થતા જોય. અમે ચૂંટણી જીતવા માટે નહીં પણ લોકો ની કામ કરવા કામગીરી કરીયે છીએ. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે, ગુજરાતે પાણીની તંગી જોઇ છે અને નિહાળી છે. અગાઉની સરકારોમાં પાણીના પ્ર્શ્નોને હલ કરવામાં સરકારો ઉણી ઉતરતી હતી

નવસારીના આદિવાસી પ્રદેશ ખુડવેલથી વલસાડ, ડાંગ, તાપી, નવસારી અને સુરત એમ પાંચ જિલ્લાના આદિવાસી પંથકને ફાયદો થાય તેવા રૂ.3,050 કરોડની વિવિધ વિકાસ પહેલનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કર્યો હતો. જેમાં 7 પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન, 12 પ્રોજેક્ટ્સ માટે શિલાન્યાસ અને 14 પ્રોજેક્ટનું ભૂમિપૂજન સામેલ છે. નવસારીમાં વડાપ્રધાને લાભાર્થીઓ સાથે સીધો સંવાદ કર્યો હતો. નવસારીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું પરંપરાગત રીતે ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું.

Exit mobile version