Site icon Revoi.in

નવા સંસદભવનનું ઉદઘાટનઃ BJP સહિત 16 પક્ષોનું સમર્થન, કોંગ્રેસ સહિત 21 પક્ષોનો વિરોધ

Social Share

નવી દિલ્હીઃ નવા લોકસભા ભવનના ઉદ્ઘાટન પ્રસંગ્રને લઈને વિવાદ વકર્યો છે. કોંગ્રેસ સહિત 21 જેટલા રાજકીય પક્ષોએ લોકસભા ભવનના ઉદ્ઘાટનનો વિરોધ કરી રહ્યાં છે. તેમજ પીએમ નરેન્દ્ર મોદીને બદલે રાષ્ટ્રપતિ દ્રૌપદી મૂર્મુજી ઉદઘાટન કરે તેવી માંગણી કરી રહ્યાં છે. જ્યારે ભાજપ સહિત 16 જેટલા રાજકીય પક્ષોએ સમર્થન આપ્યું છે. આમ રાજકીય પક્ષો બે ભાગમાં વેચાઈ ગઈ છે. જો કે, તેલંગાણાના સીએમ કે ચંદ્રશેખર રાવ અને બીએસપી સુપ્રીમો માયાવતીના સ્ટેન્ડ પર સસ્પેન્સ યથાવત છે.

21 વિરોધ પક્ષોએ બહિષ્કારની જાહેરાત કરી છે. આ પક્ષોમાં કોંગ્રેસ (લોકસભા-50, રાજ્યસભા-31), ડીએમકે (દ્રવિડ મુનેત્ર કઝગમ) (લોકસભા-24, રાજ્યસભા-10), આપ (લોકસભા-1, રાજ્યસભા 10), શિવસેના (ઉદ્ધવ ઠાકરે જૂથ) (લોકસભા-7, રાજ્યસભા-3) , સમાજવાદી પાર્ટી (લોકસભા-3, રાજ્યસભા-3), સીપીઆઈ (લોકસભા-2, રાજ્યસભા-2), જેએમએમ(લોકસભા-1, રાજ્યસભા-2), કેરળ કોંગ્રેસ (મણિ) (લોકસભા-1, રાજ્યસભા-0), વિદુથલાઈ ચિરુથાઈગલ કાચી (લોકસભા-1, રાજ્યસભા-0), આરએલડી (લોકસભા-0, રાજ્યસભા-1), ટીએમસી (લોકસભા-23, રાજ્યસભા-12), જેડીયુ (લોકસભા-16, રાજ્યસભા-5), એનસીપી (લોકસભા-5, રાજ્યસભા-4), સીપીઆઈ(એમ) (લોકસભા-3, રાજ્યસભા-5)નો સમાવેશ થાય છે.

RJD (લોકસભા-0, રાજ્યસભા-6), AIMIM (લોકસભા-2, રાજ્યસભા-0), AIUDF (ઓલ ઈન્ડિયા યુનાઈટેડ ડેમોક્રેટિક ફ્રન્ટ) (લોકસભા-1, રાજ્યસભા-0), ઈન્ડિયન યુનિયન મુસ્લિમ લીગ, નેશનલ કોન્ફરન્સ, રિવોલ્યુશનરી સોશ્યલિસ્ટ પાર્ટી (લોકસભા-1, રાજ્યસભા-0), જમ્મુ-કાશ્મીર નેશનલ કોન્ફ્રંસ (લોકસભા-3, રાજ્યસભા-0), રાષ્ટ્રીય લોકદળ (લોકસભા-0, રાજ્યસભા-1) અને મારુમાલાર્ચી દ્રવિડ મુનેત્ર કઝગમ (MDMK)(લોકસભા-0, રાજ્યસભા-0)નો સમાવેશ થાય છે.

વિરોધ કરનાર રાજકીય પક્ષોના સંસદની બેઠકોની સંખ્યા પર નજર કરીએ તો તેમની કુલ સંખ્યા લોકસભામાં 147 અને રાજ્યસભામાં 96 છે. એટલે કે હાલમાં વિપક્ષી દળોને લોકસભામાં 26.97% અને રાજ્યસભામાં 40.33% સમર્થન છે.

નવી સંસદના ઉદ્ઘાટન કાર્યક્રમ માટે કુલ 16 પક્ષોએ સમર્થન આપ્યું છે. આ પક્ષોમાં ભાજપ (લોકસભા-301, રાજ્યસભા-93), શિવસેના (શિંદે જૂથ) (લોકસભા-12, રાજ્યસભા-0), નેશનલ પીપલ્સ પાર્ટી (લોકસભા-1, રાજ્યસભા-1), નેશનલિસ્ટ ડેમોક્રેટિક પ્રોગ્રેસિવ પાર્ટી (લોકસભા-1, રાજ્યસભા-0), સિક્કિમ ક્રાંતિકારી મોરચા (લોકસભા-1, રાજ્યસભા-0), રાષ્ટ્રીય લોક જનશક્તિ પાર્ટી (લોકસભા-6, રાજ્યસભા-0),  અપના દળ – સોનીલાલ (લોકસભા-2, રાજ્યસભા-0), રિપબ્લિકન પાર્ટી ઓફ ઈન્ડિયા(અઠાવલે) લોકસભા-0, રાજ્યસભા-1), તમિલ મનિલા કોંગ્રેસ (લોકસભા-0, રાજ્યસભા-1), AIADMK (લોકસભા-1, રાજ્યસભા-4), AJSU (ઝારખંડ) (લોકસભા-1, રાજ્યસભા-0)નો સમાવેશ થાય છે. આ યાદીમાં મિઝો નેશનલ ફ્રન્ટ (લોકસભા-1, રાજ્યસભા-1), YSRCP (લોકસભા-22, રાજ્યસભા-9), TDP (લોકસભા-3, રાજ્યસભા-1), BJD (લોકસભા-12, રાજ્યસભા-09) અને શિરોમણી અકાલી દળ (લોકસભા-2, રાજ્યસભા-0) સામેલ છે.

નવી સંસદના ઉદ્ઘાટન કાર્યક્રમના સમર્થનમાં જે પક્ષો એકઠા થયા છે. જો સંસદમાં તેમની બેઠકોનો અંકગણિત જોવામાં આવે તો લોકસભામાં તેમની કુલ સંખ્યા 366 અને રાજ્યસભામાં 120 છે. લોકસભાના વર્તમાન સભ્યોની સંખ્યા 545 અને રાજ્યસભાના 238 છે. એટલે કે હાલમાં એનડીએને લોકસભામાં 67.155% અને રાજ્યસભામાં 50.42% સમર્થન છે.