Site icon Revoi.in

મૂળા અને તેના પત્તાને ભોજનમાં સમાવેશ કરો, આરોગ્ય માટે ફાયદા કારક છે મૂળા અને તેના પત્તા

Social Share

આ લીલા પાંદડાનો રસ તમારા માટે રામબાણ સાબિત થઈ શકે છે, તેને નિયમિત પીવાથી તમારું વજન ઓછું થશે અને તમારું બીપી પણ નિયંત્રણનાં રહેશે. મૂળાના પત્તામાંથી બનાવેલા રસના અનેક ફાયદા છે. આવો જાણીએ તેમના ફાયદા વિશે….

મૂળા અને તેના પત્તામાં ફાઈબર કંટેંટ સારી માત્રામાં હોય છે. ઠંડીમાં ઘણીવાર ગેસ અને કબજીયાતની તકલિફ હોય છે. મૂળીના પત્તાથી બનેલા રસને નિયમિત પાવાથી પાચનતંત્રને સ્વસ્થ રાખી શકાય છે.

મૂળાના પત્તામાં આર્યન અને ફોસ્ફરસની ભરપુર માત્રા મળે છે. આ શરીરમાં રોગપ્રતિકારક શક્તિ વધારવા અને બીમારીઓને દૂર રાખવાનું કામ કરે છે. શિયાળાની ઋતુમાં વાયરલ રોગોનું જોખમ વધારે હોય છે.

જો તમને લો બ્લડ પ્રેશરની પરેશાની છે તો તમે મૂળાના પત્તાનો રસ જરૂર સેવન કરો. આ પત્તા માં સોડિયમની માત્રા હોય છે. જે બીપી નિયંત્રણ કરવામાં મદદ કરે છે.

વજન ઓછું કરવામાં મૂળા તમારી મદદ કરી શકે છે. જેના પત્તામાં કેલેરી કંટેંટ ઓછું હોય છે, સાથે જ આમાં ફાઈબર હોય છે જે વજન ઓછું કરવામાં મદદ કરે છે.

મૂળાના પત્તાનો રસ પાઈલ્સથી રાહત મેળવવા માટે અસરકારક છે. આ પત્તામાં એંટી-ઈંફ્લેમેટરી ગુણ હોય છે. જે સોજાને ઓછો કરવામાં મદદ કરે છે.

શિયાળાની ઋતુમાં જ મૂળો અને તેના પત્તામાં અનેક આયુર્વેદીક ગુણો છે. જેના નિયમિત સેવન કરવાથી સ્વાસ્થ સારુ રહે છે.