Site icon Revoi.in

ઉનાળામાં શરીરને અંદરથી રાખો ઠંડુ, રોજ પીવો આ ડ્રિંક્સ

Social Share

ઉનાળામાં શરીરનું તાપમાન ઘણીવાર વધી જાય છે. પણ તેને બેલેન્સ રાખવું ખૂબ જરૂરી છે. આજે અમે તમને એક ખાસ ટિપ જણાવીશું જેના દ્વારા તમે તમારા ખોરાકમાં આ વસ્તુનો સમાવેશ કરીને પોતાના શરીરને ઠંડુ રાખી શકો છો.

ફુદીનો
ઉનાળાના દિવસોમાં તમે ફુદીનાનો ઉપયોગ કરી તમે રાયતા, શરબત કે ચટણીના રૂપમાં કરો છો, તો તે તમારા શરીરને અંદરથી ઠંડુ રાખે છે. આ સિવાય તેમાં એન્ટિ-બેક્ટેરિયલ અને એન્ટિ-ઇન્ફ્લેમેટરી ગુણો જોવા મળે છે, તેથી તે શરીરમાંથી તમામ બીમારીઓને દૂર રાખે છે.

ધાણા
ઉનાળામાં ચટની, સૂપ અને સલાડમાં કાચા ધાણાના પાન નાખવાથી શરીર ઠંડુ રહે છે. સાથે એક અભ્યાસ મુજબ ધાણામાં એન્ટીઓક્સીડેન્ટ, એન્ટી કેન્સર અને ન્યુરોપ્રોટેક્ટીવ ગુણો જોવા મળે છે.

તુલસી
તુલસી શરીર માટે પણ ખૂબ જ ફાયદાકારક છે. તેમાં એન્ટી-ઈંફ્લામેટરી, એન્ટિસેપ્ટિક, એન્ટિ-એજિંગ અને એન્ટિ-બેક્ટેરિયલ ગુણો જોવા મળે છે. જે દવાની જેમ કામ કરે છે.

વરિયાળી
વરિયાળી ખૂબ ઠંડી હોય છે. સાથે પાચન માટે પણ ખૂબ સારી છે. તેમાં આમ્ટીઓક્સીડેન્ટ ગુણો જોવા મળે છે. જે શિયાળામાં સોજો, અપચો અને ગરમી સબંધિત બીમારીઓને ઓછી કરવામાં મદદ કરે છે. વરિયાળીનું પાણી શરીર માટે ખુબ સારુ હોય છે. આ વાળ, સ્કિન, અને પાચન સબમધિત ક્રિયાઓ માટે સારી હોય છે.

જાસૂદ
જાસૂદના ફુલ શરીરને અંદરથી ઠંડુ રાખે છે. જાસૂદની ચા ખુબ સારી હોય છે અને તે શરીરના તાપમાનને કંટ્રોલમાં રાખે છે. સાથે જ આ હાઈડ્રેશનને પણ કંટ્રોલમાં રાખે છે.