Site icon Revoi.in

Lok Sabha Election 2024: પશ્ચિમ બંગાળનું રાજકીય સમીકરણ, શું છે જાતિ-ધર્મનું ગણિત?

Social Share

નવી દિલ્હી: લોકસભા ચૂંટણીમાં આ વખતે પશ્ચિમ બંગાળની ધરતી પરથી રાજકારણની દિશા નક્કી થવાની છે. જ્યારથી રાજ્યમાં ભાજપનું ઉત્થાન થયું છે, બંગાળનું રાજકારણ પણ બદલાતું જોવા મળ્યું છે. એક તરફ લેફ્ટ નભલું પડયું છે, તો ભાજપ એટલું જ મજબૂત દેખાય રહ્યું છે. સ્થિતિ એવી બની ચુકી છે કે તૃણમૂલ કોંગ્રેસ સત્તામાં છે અને ભાજપ મુખ્ય વિપક્ષી દળ છે. તેવામાં લોકસભા ચૂંટણીની દ્રષ્ટિથી પશ્ચિમ બંગાળની તમામ જાણકારી રાખવી જરૂરી છે.

પશ્ચિમ બંગાળમાં લોકસભાની 42 બેઠકો છે. તેમા ત્રણ મુખ્ય પાર્ટીઓ ટીએમસી, ભાજપ અને સીપીએમ છે. કોંગ્રેસને પણ બે બેઠકો મળે છે.

પશ્ચિમ બંગાળનું ક્ષેત્રવાર સમીકરણ-

બંગાળને ગ્રેટર કોલકત્તા, ઉત્તર બંગાળ, દક્ષિણ-પૂર્વ બંગાળ, દક્ષિણ-પશ્ચિમ બંગાળ એમ ચાર ભાગમાં વહેંચી શકાય છે.

ગ્રેટર કોલકત્તામાં ટીએમસીનો દબદબો છે. ઉત્તર બંગાળમાં ભાજપની ટીએમસી પર સરસાઈ છે અને તે બંગાળનો ત્રીજા ક્રમાંકનો સૌથી મટો વિસ્તાર છે.

દક્ષિણ પૂર્વ બંગાળ પણ રાજ્યનો એક મહત્વનો વિસ્તાર અને ક્ષેત્રની દ્રષ્ટિએ બીજો સૌથી મોટો પ્રદેશ છે. અહીંથી કોલકત્તા, હાવડા, હુગલી, નાદિયા, ઉત્તર 24 પરગણા અને દક્ષિણ પરગના જેવા વિસ્તાર આવે છે.

આ વિસ્તારમાં પણ હાલમાં મમતા બેનર્જીની પાર્ટી આગળ દેખાય રહી છે. પરંતુ ઘણી બેઠકો પર ભાજપે ખુદને મજબૂત કરી લીધું છે. અહીં લેફ્ટ ઘણું નબળું પડી ચુક્યું છે.

દક્ષિણ પશ્ચિમ બંગાળ ક્ષેત્રનો સૌથી મોટો વિસ્તાર છે. અહીં વિધાનસભાની 119 બેઠકો છે. આ ક્ષેત્રમાં 2016 સુધી તો ટીએમસીનું એકતરફી વાતાવરણ હતું. પરંતુ ભાજપની એન્ટ્રી બાદ અહીં મુકાબલો રસ્સાકશીવાળો બની ગયો છે.

પશ્ચિમ બંગાળનું જાતિ-ધર્મ ગણિત

મુસ્લિમ-

પશ્ચિમ બંગાળમાં 30 ટકા મુસ્લિમ છે. 2011ની વસ્તીગણતરી મુજબ, મુસ્લિમોની સંખ્યા 27 ટકા હતી. પરંતુ હવે તે 30 ટકા સુધી પહોંચી ચુકી છે. બાંગ્લાદેશની સીમાઓથી લાગેલા જિલ્લાઓમાં મુસ્લિમ વસ્તી નિર્ણાયક છે. મુર્શિદાબાદ, માલદા, ઉત્તર દિનાજપુરના કેટલાક વિસ્તારોમાં મુસ્લિમ મતદાતાઓ હાર-જીત નક્કી કરે છે.

 

આદિવાસી-

પશ્ચિમ બંગાળમાં અનુસૂચિત જનજાતિ પણ મહત્વની છે. દાર્જિલિંગ, જલપાઈગુડી, અલીપુરદ્વાર, દક્ષિણ દિનાજપુર, પશ્ચિમ મિદનાપુર જેવા કેટલાક વિસ્તારોમાં આદિવાસી સમાજની નિર્ણાયક ભૂમિકા છે. ભાજપની સૌથી વધુ આ બેઠકો પર જ નજર છે અને ગત ચૂંટણીમાં તેમનું સમર્થન પણ મળ્યું હતું.

મતુઆ-

બાંગ્લાદેશથી શરણાર્થી બનીને આવેલા મતુઆ સમાજના લોકો પણ બંગાળના રાજકારણમાં મહત્વ ધરાવે છે. તેમની વસ્તી 17 ટકા જેટલી છે. ભાજપ સીએએ કાયદા દ્વારા તેમને પોતાની તરફ કરવા માંગે છે. જાણકારો મુજબ, મમતા બેનર્જી માટે મતુઆ સમુદાય ચિંતાનો વિષય છે.

 

હિંદુ-

બંગાળમાં 67 ટકા હિંદુ વોટર છે. હિંદુ-મુસ્લિમ વસ્તીના અનુપાતને કારણે રાજ્ય ધ્રુવીકરણ માટે બેહદ અનુકૂળ માવામાં આવે છે. જો કેટલાક સ્થાનો પર મુસ્લિમો નિર્ણાયક છે, તો એવા ઘણાં વિસ્તારો છે કે જ્યાં હિંદુ એકજૂટ થઈને વોટ કરે છે.