Site icon Revoi.in

કાશ્મીરમાં જમીન ખરીદનાર પ્રથમ રાજ્ય બન્યું મહારાષ્ટ્ર, ગેસ્ટ હાઉસ બનાવવામાં આવશે

Social Share

મુંબઈઃ મહારાષ્ટ્ર કેન્દ્રશાસિત પ્રદેશ જમ્મુ અને કાશ્મીરમાં 2.5 એકર જમીન ખરીદવા જઈ રહ્યું છે, આવું કરનાર પ્રથમ રાજ્ય છે. પ્રવાસીઓ માટે અહીં ગેસ્ટ હાઉસ અને સ્ટેટ બિલ્ડિંગ બનાવવામાં આવશે, જેનો ખર્ચ લગભગ 8.16 કરોડ થવાનો અંદાજ છે. મહારાષ્ટ્ર સરકાર શ્રીનગરની બહાર બડગામમાં આ જમીન ખરીદશે. મહારાષ્ટ્ર તેના પ્રવાસીઓ માટે પ્રવાસન સુવિધાઓ ઉપલબ્ધ કરાવવાના ઉદ્દેશ્ય સાથે જમ્મુ-કાશ્મીરમાં જમીન ખરીદીને ઈતિહાસ રચવા તૈયાર છે. આ પહેલ પ્રવાસન અને સાંસ્કૃતિક વિનિમયને પ્રોત્સાહન આપવાનો પ્રયાસ છે.

આ જમીન ખરીદવાની પ્રક્રિયા ગયા વર્ષે જૂનમાં મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન એકનાથ શિંદેની કેન્દ્રશાસિત પ્રદેશની મુલાકાત પછી શરૂ થઈ હતી, જ્યાં તેમણે રાજ્યપાલ મનોજ સિંહા સાથે ચર્ચા કરી હતી. આર્ટિકલ 370 નાબૂદ થયા પહેલા, ભૂતપૂર્વ રાજ્યમાં જમીનની ખરીદી માત્ર જમ્મુ અને કાશ્મીરના કાયમી રહેવાસીઓ માટે મર્યાદિત હતી. પરંતુ, સરકારને 99 વર્ષ સુધીના સમયગાળા માટે વેપાર ઉદ્યોગો અને સામાન્ય વ્યક્તિઓને જમીન ભાડે આપવાનો અધિકાર હતો.

મહારાષ્ટ્રના નાયબ મુખ્ય પ્રધાન અજિત પવારે તેમના બજેટ ભાષણમાં શ્રીનગર અને અયોધ્યામાં બે મહારાષ્ટ્ર ભવન બનાવવાની યોજના જાહેર કરી હતી. આ ઈમારતો બનાવવાનો ઉદ્દેશ્ય પ્રવાસીઓ અને યાત્રાળુઓ માટે સુવિધાઓ વધારવાનો છે. આ ઈમારતોના વિકાસ માટે રાજ્ય સરકારે રૂ. 77 કરોડ આપ્યા છે. મહેસૂલ વિભાગની એક નોંધમાં કહેવામાં આવ્યું છે કે એસ્ટેટ ઇચગામ બડગામમાં આવેલી શામલાત દેહની 20 કનાલ જમીન મહારાષ્ટ્ર રાજ્યની તરફેણમાં સેક્શન કરવામાં આવી છે. જેના માટે રૂ. 3.16 કરોડ ટ્રાન્સફર કરવામાં આવ્યા છે જે કેનાલ દીઠ રૂ. 40.8 લાખ થાય છે.