Site icon Revoi.in

મહારાષ્ટ્રનું રાજકારણઃ નારાયણ રાણેને CM ઠાકરે વિરુદ્ધ ઉચારણ કરવું પડ્યું ભારે

Social Share

મુંબઈઃ કેન્દ્રીય મંત્રી નારાયણ રાણેની મુશ્કેલીમાં વધારો થયો છે. મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે વિરુદ્ધ આપત્તિજનક નિવેદનને લઈને તેમની ધરપકડના આદેશ કરવામાં આવ્યાં હોવાનું જાણવા મળે છે. નાસિક ક્રાઈમ બ્રાન્ચે આ આદેશ જાહેર કર્યાં છે. આ ઉપરાંત તેમની સામે 3 પોલીસ ફરિયાદ પણ નોંધવામાં આવી હતી. જેથી ભાજપ અને શિવસેનાના કાર્યકરો સામ-સામે આવી ગયા હતા. નાસિકના ભાજપના કાર્યાલય ઉપર શિવસેનાના કાર્યકરોએ પથ્થરમારો કર્યો હોવાનું જાણવા મળે છે. શિવસેનાએ ઠેર-ઠેર રાણે વિરુદ્ધમાં પોસ્ટર લગાવ્યાં હોવાનું ચર્ચાઈ રહ્યું છે. હાલ મહારાષ્ટ્રમાં ભાજપ અને શિવસેના વચ્ચે રાજકારણ ગરમાયું છે.

પ્રાપ્ત માહિતી અનુસાર જનઆશીર્વાદ યાત્રા દરમિયાન નારાયણ રાણેએ મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે વિરુદ્ધ આપત્તિજનક ઉચ્ચારણ કર્યાં હોવાના આક્ષેપ થઈ રહ્યાં છે. જે બાદ શિવસેનાએ પોલીસ ફરિયાદ નોંધાવી હતી. સીએમ ઠાકરે વિરુદ્ધ અપમાનજનક ટિપ્પણી મુદ્દે મુંબઈમાં શિવસેનામાં નારાજગી ફેલાઈ છે. નાસિક પોલીસે રાણે વિરુદ્ધમાં કોરોના ગાઈડલાઈનનું ઉલ્લંઘનનો આરોપ લગાવીને ફરિયાદ કરી છે. નાસિકના કોકડના મહાડ વિસ્તારમાં જન આશીર્વાદ યાત્રા પહોંચી હતી. જ્યાં રાણેએ પત્રકાર પરિષદને સંબોધિત કરી હતી. આ દરમિયાન ઉદ્ધવ ઠાકરે વિરુદ્ધ વિવાદિત નિવેદન કર્યું હતું. જે બાદ શિવસેનાના કાર્યકરોમાં રોષ ફેલાયો હતો. તેમજ રાણેના વિરુદ્ધમાં ફરિયાદ નોંધાવી હતી. આ વિસ્તાર શિવસેનાનો ગઢ માનવામાં આવે છે. રાણેની સામે નાસિક, પુણે અને મહાડમાં પોલીસ ફરિયાદ નોંધાઈ છે.

કેન્દ્રીય મંત્રી રાણે અને શિવસૈનિકો વચ્ચે શરૂ થયેલા વિવાદ વચ્ચે રાણેના દીકરા નિતેશ રાણેએ શિવસૈનિકોને ચેતવણી આપી છે. નિતેશ રાણેએ ટ્વીટ કર્યું હતું કે, યુવા સેનાના સભ્યોને અમારા જુહુ સ્થિત ઘરની બહાર પ્રદર્શન કરવાનું કહેવામાં આવ્યું છે. મુંબઈ પોલીસ તેમને અહીં આવતા રોકે, નહીં તો જે પણ થશે તેની જવાબદારી અમારી નહીં હોય.