જેમ જેમ ગરમીનો પારો વધી રહ્યો છે, તેમ તેમ દરેક વ્યક્તિ ઠંડા અને સ્વાદિષ્ટ પીણાંની શોધમાં હોય છે. ઉનાળામાં શરીરને ઠંડક અને તાજગી આપવા માટે ‘લસ્સી’ સૌથી પ્રિય પીણું ગણાય છે. જો તમે પણ સાદી લસ્સી પીને કંટાળ્યા હોવ, તો આ ઉનાળે તમે ઘરે જ અલગ-અલગ ફ્લેવરની ટેસ્ટી લસ્સી ટ્રાય કરી શકો છો. આ રહી કેટલીક ફટાફટ બની જતી ફ્લેવર્ડ લસ્સીની રેસિપી….
- રોઝ લસ્સી
ગુલાબની સુગંધ અને ઠંડક આ લસ્સીને ખાસ બનાવે છે. દહીં, ખાંડ અને ગુલાબનું શરબત બ્લેન્ડરમાં નાખીને સારી રીતે મિક્સ કરી લો. તેને ગ્લાસમાં કાઢી ઉપરથી થોડું રોઝ સીરપ અને બદામ-પિસ્તાના ટુકડા (ડ્રાય ફ્રૂટ્સ) ઉમેરી સજાવો. તમારી ઠંડી-ઠંડી રોઝ લસ્સી તૈયાર છે.
- મેંગો લસ્સી
ઉનાળો હોય અને કેરી ન હોય તેવું તો બને જ નહીં! મેંગો લસ્સી દરેક વયના લોકોને પસંદ પડે છે. પાકેલી કેરીના ટુકડા, દહીં અને સ્વાદ મુજબ ખાંડને બ્લેન્ડરમાં સ્મૂધ થાય ત્યાં સુધી ફેરવી લો. તેને ગ્લાસમાં કાઢી ઉપરથી કેરીના નાના ટુકડાથી ગાર્નિશ કરીને સર્વ કરો.
- સ્ટ્રોબેરી લસ્સી
જો તમને ખાટો-મીઠો અને રિફ્રેશિંગ ટેસ્ટ ગમતો હોય તો આ લસ્સી બેસ્ટ છે. તાજી સ્ટ્રોબેરી, દહીં અને ખાંડને એકસાથે બ્લેન્ડ કરી લો. આ લસ્સીનો ગુલાબી રંગ અને તેનો સ્વાદ ખૂબ જ રિફ્રેશિંગ લાગે છે. તેને ઠંડી-ઠંડી સર્વ કરો.
- ચોકલેટ લસ્સી
બાળકો અને ચોકલેટ લવર્સ માટે આ એક પરફેક્ટ ટ્રીટ છે. દહીં, ખાંડ અને ચોકલેટ સીરપ અથવા કોકો પાવડરને બ્લેન્ડરમાં નાખીને બરાબર મિક્સ કરી લો. તેને ગ્લાસમાં કાઢી ઉપરથી વધારાનું ચોકલેટ સીરપ અથવા ચોકલેટ ચિપ્સ ઉમેરીને સર્વ કરો. લસ્સીને વધુ હેલ્ધી બનાવવા માટે તમે ખાંડના બદલે મધ અથવા દેશી ગોળનો પણ ઉપયોગ કરી શકો છો.
આ પણ વાંચોઃ પાકિસ્તાન ક્રિકેટની શરમજનક હાર: બાંગ્લાદેશે વન-ડે સિરીઝ જીતી ઇતિહાસ રચ્યો

