Site icon Revoi.in

હિમાચલના નાલાગઢમાં પ્રચંડ બ્લાસ્ટ, લોકોમાં ફેલાયો ભય

Social Share

નવી દિલ્હી, 1 જાન્યુઆરી 2026 : હિમાચલ પ્રદેશના સોલન જિલ્લાના નાલાગઢમાં નવા વર્ષના પ્રથમ દિવસથી મોટો બ્લાસ્ટ થયો હતો. પોલીસ સ્ટેશન નજીકમાં આવેલી એક ગલીમાં સવારે આ બ્લાસ્ટ થયો હતો. જેથી સમગ્ર વિસ્તારમાં ફફડાટ ફેલાઈ ગયો હતો. બ્લાસ્ટની તીવ્રતા એટલી હતી કે, આસપાસની ઈમારતો અને હોસ્પિટલોના કાચ તુડી પડ્યાં હતા.

સ્થાનિકોના જણાવ્યા અનુસાર, બ્લાસ્ટ થતા સમગ્ર વિસ્તારમાં ભય ફેલાયો છે. બ્લાસ્ટને પગલે આસપાસ કંઈ દેખાતુ ન હતું. આ બનાવની જાણ થતા નાલાગઢ પોલીસ તાત્કાલિક ઘટના સ્થળ પર દોડી ગઈ હતી. તેમજ સમગ્ર વિસ્તારને કોર્ડન કરી દેવામાં આવ્યો હતો. તેમજ પોલીસ દ્વારા સમગ્ર ઘટનાને લઈને તપાસ શરૂ કરી છે. ઉચ્ચ પોલીસ અધિકારી બદ્દી વિનોદ ધીમાન પોતાની ટીમ સાથે તાત્કાલિક સ્થળ પર પહોંચ્યાં હતા. આ ઘટનાને પગલે એફએસએલ દ્વારા પુરાવા એકત્ર કરાયા હોવાનું જાણવા મળે છે.

પોલીસ દ્વારા સમગ્ર ઘટનાને લઈને ઉંડાણપૂર્વકની તપાસ કરવામાં આવી રહી છે કે, આ બ્લાસ્ટ કેવી રીતે થયો છે. ઉચ્ચ પોલીસ અધિકારીઓએ આ ઘટનાને લઈને કંઈક કહેવાનું ટાળ્યું હતું. એફએસએલની તપાસમાં જ બ્લાસ્ટ કેવી રીતે થયો તેનો ખુલાસો થશે.

આ પણ વાંચોઃ રાજકોટમાં વડાપ્રધાન મોદીનો 11મી જાન્યુઆરીએ રોડ શો યોજાશે

Exit mobile version