Site icon Revoi.in

બળજબરીથી દંપતિના ધર્મપરિવર્તન મામલે રાષ્ટ્રીય મહિલા આયોગે પોલીસને FIR નોંધવા સૂચના

Social Share

નવી દિલ્હીઃ રાષ્ટ્રીય મહિલા આયોગે મધ્યપ્રદેશના ડીજીપીને એક દલિત દંપતિને ધાર્મિક સંગઠન દ્વારા પૈસાની લાલચ આપીને ખ્રિસ્તી ધર્મમાં કથિત રીતે ધર્માંતરિત કરવા બદલ FIR નોંધવા નિર્દેશ કર્યો છે. પોલીસ મહાનિર્દેશક (ડીજીપી) ને લખેલા પત્રમાં, કમિશનના અધ્યક્ષ રેખા શર્માએ કહ્યું કે જો આરોપોની પુષ્ટિ થાય તો આરોપી એવા ધાર્મિક નેતાને કસ્ટડીમાં લેવા જોઈએ. કમિશને પોતાના નિવેદનમાં કહ્યું કે, ટ્વિટર પર એક વીડિયો સામે આવ્યો, જેમાં આરોપ છે કે, મધ્યપ્રદેશના દમોહમાં એક દલિત દંપતીને એક ધાર્મિક નેતા અને તેના માણસો દ્વારા ખ્રિસ્તી બનાવવામાં આવ્યા હતા.

કમિશને અહેવાલોને ટાંકીને કહ્યું કે, જ્યારે દંપતીએ ચર્ચમાં જવાનું બંધ કર્યું, ત્યારે ધાર્મિક નેતા અને તેમના અનુયાયીઓએ કથિત રીતે દંપતીને ધમકી આપી અને પહેલા કરતા ચાર ગણા વધુ પૈસા પરત આપવા દબાણ કર્યું હતું. કમિશને એવો પણ આક્ષેપ કર્યો હતો કે, દંપતીએ આ મામલે પોલીસમાં ફરિયાદ પણ કરી હતી, પરંતુ કોઈ કાર્યવાહી કરવામાં આવી ન હતી. પંચે ઘટનાની નોંધ લીધી છે. કમિશનના ચેરપર્સન રેખા શર્માએ મધ્યપ્રદેશના પોલીસ મહાનિર્દેશકને પત્ર લખ્યો છે કે, જો આરોપોની પુષ્ટિ થાય તો તરત જ એફઆઈઆર નોંધવામાં આવે.