રાષ્ટ્રીય મહિલા આયોગ: 9 રાજ્યોમાં ‘તેરે મેરે સપને’ નામથી પ્રી-મેરિટલ કાઉન્સેલિંગ કેન્દ્ર ખુલશે
નવી દિલ્હીઃ રાષ્ટ્રીય મહિલા આયોગ (NCW) આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે “તેરે મેરે સપને” નામથી પ્રી-મેરિટલ કાઉન્સેલિંગ કેન્દ્રની એક નવી પહેલ શરૂ કરવા જઈ રહ્યું છે. આ પહેલનો ઉદ્દેશ્ય યુવાનોને લગ્ન પહેલાં માનસિક, ભાવનાત્મક અને સામાજિક રીતે તૈયાર કરવાનો છે, જેથી તેઓ તેમના સંબંધોને વધુ સારી રીતે સમજી શકે અને સફળ લગ્ન જીવનનો પાયો નાખી શકે. […]