અમદાવાદ, 14 માર્ચ 2026: અચલા એજ્યુકેશન ફાઉન્ડેશન ટ્રસ્ટ્ર દ્વારા ‘ A.I. ટેકનોલોજી-ભારતીય શિક્ષણ પ્રણાલીમાં આશીર્વાદ કે અભિશાપ?’ વિષય ઉપર રાષ્ટ્રીય પરિસંવાદ 2026નું આયોજન કરવામાં આવ્યું છે. શહેરના સેટેલાઈટ વિસ્તારમાં શિવાનંદ આશ્રમ સ્થિત ચિદાનંદમ ભવન ખાતે 15મી માર્ચે રવિવારે સવારે 9.30 કલાકથી 2 વાગ્યા સુધી આ કાર્યક્રમ યોજાશે. અદાણી યુનિવર્સિટીના વાઈસ ચાન્સેલર પ્રો.ડો.ધવલભાઈ પુજારા, શ્રી દિવ્યજીવન સાંસ્કૃતિક સંઘના પ્રમુખ અરૂણભાઈ ઓઝા અને અચલા એજ્યુકેશન ફાઈન્ડેશન ટ્રસ્ટના ટ્રસ્ટી ડો.શ્વેતાંક (સંજય) એમ પટેલ અતિથિ વિશેષ તરીકે ઉપસ્થિત રહેશે.
આ ઉપરાંત વિશિષ્ટ વક્તા તરીકે અમદાવાદ યુનિવર્સિટીના કોમ્પ્યુટર સાયન્સ કોલેજના પ્રોફેસર, લેખક અને કોમ્પ્યુટર વૈજ્ઞાનિક ડો. સંજ્ય ચૌધરી અને આર.સી.ટેકનીકલ કોલેજના આચાર્ય અને અગ્રણી શિક્ષણવિદ ડો.સાગરભાઈ દવે ઉપસ્થિત રહેશે. આ ઉપરાંત શહેરી વિકાસ અને શહેરી ગૃહનિર્માણ વિભાગના રાજ્યકક્ષાના મંત્રી શ્રીમતી દર્શનાબહેન વાઘેલા, સિનિયર પત્રકાર-કટાર લેખક પદ્મશ્રી દેવેન્દ્રભાઈ પટેલ અને વત્સલ વિદ્યાગુરુ રતિલાલ બોરીસાગર ખાસ હાજરી આપશે. રાષ્ટ્રીય પરિસંવાદ ઉપરાંત 9 અધ્યાપકોનું અલચા અધ્યાપક સન્માન (2025), 10 મહાનુભાવોનું ડો.મફતલાલ પટેલ સંશોદન પારિતોષિક (2025), 10 શિક્ષકોને શ્રેષ્ઠ શિક્ષક એવોર્ડ તથા 11 આગેવાનોને સારસ્વત એવોર્ડથી સન્માનિત કરવામાં આવશે. આ ઉપરાંત ડો. દિનુભાઈ ચુડાસમા અને પ્રો.ડો. આલોકકુમાર ચક્રવાલને વિશિષ્ટ સન્માન તેમજ શ્રી નારાયણબાઈ કે. પટેલ અને સુશ્રી કમળાબેન પટેલને વિશિષ્ટ પ્રતિભા સન્માનથી સન્માનિત કરવામાં આવશે.
આ પણ વાંચોઃ રાજ્યસભાની ચૂંટણી પહેલા હરિયાણા કોંગ્રેસે 31 ધારાસભ્યોને શિમલા મોકલ્યા

