અમદાવાદ, 15 મે, 2026: અમદાવાદસ્થિત નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઑફ માસ કમ્યુનિકેશન એન્ડ જર્નાલિઝમ (NIMCJ) તેના મીડિયા શિક્ષણના અભ્યાસક્રમમાં નૂતન ફેરફારોની શરૂઆત કરી છે. વાસ્તવમાં આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (AI) અને ડિજિટલ કન્ટેન્ટ ક્રિએશન જેવાં ક્ષેત્રોમાં થઈ રહેલાં નવાં સંશોધનોને પગલે વિશ્વ ડિજિટલ અને ટેકનોલોજી આધારિત બની રહ્યું છે ત્યારે તેને ધ્યાનમાં લઈને આ નૂતન ફેરફાર કરવામાં આવી રહ્યા છે.
ભારતીય મીડિયા ક્ષેત્રને ટેકનોલોજીકલ ઇનોવેશનની ખૂબ જ જરૂર છે તેવા સમયે જ પ્રિન્ટ, ઇલેક્ટ્રોનિક અને માસ કમ્યુનિકેશન પર આધારિત પરંપરાગત મીડિયા શિક્ષણમાંથી AI અને ડિજિટલ મીડિયાના સમન્વય તરફનું આ પરિવર્તન છે.
શહેરની આ અગ્રણી પત્રકારત્વ સંસ્થાના ડાયરેક્ટર પ્રો. (ડૉ.) શિરીષ કાશીકરે જણાવ્યું હતું કે, સંસ્થાની ગૌરવશાળી સફર દરમિયાન NIMCJ, ખાસ કરીને રેડિયો જર્નાલિઝમ અને ડિજિટલ જર્નાલિઝમના ક્ષેત્રમાં પશ્ચિમ ભારતમાં શૈક્ષણિક ક્ષેત્રે અગ્રેસર રહી છે. છેલ્લા બે દાયકાથી અસ્તિત્વ ધરાવતી NIMCJ ગુજરાતની એકમાત્ર એવી સંસ્થા છે જે સતત સાત વર્ષથી ‘ઈન્ડિયા ટુડે’ અને ‘આઉટલુક’ સામયિકો દ્વારા અપાતા નેશનલ કોલેજ રેન્કિંગમાં નિરંતર ટોચનું સ્થાન જાળવી રહી છે.
આ પણ વાંચોઃ ભોજશાળા વિવાદમાં હાઈકોર્ટનો ઐતિહાસિક ચુકાદો: સંકુલને હિન્દુ મંદિર જાહેર કર્યું, પૂજાનો અધિકાર આપ્યો
ગુજરાત યુનિવર્સિટી સાથે સંલગ્ન BAJMC (ઓનર્સ) અને MAJMCના અભ્યાસક્રમ ઑફર કરતી આ સંસ્થા GSIRF ફ્રેમવર્ક હેઠળ છેલ્લા ત્રણ વર્ષથી ‘4-સ્ટાર’ રેટિંગ ધરાવતી પ્રતિષ્ઠિત સંસ્થા છે.
આ પ્રકારનું અદ્યતન શિક્ષણ પ્રદાન કરવા માટે સંસ્થા અત્યાધુનિક કેમેરા, વીડિયો એડિટિંગ રૂમ અને ગ્રાફિક ડિઝાઇનિંગ સોફ્ટવેર જેવા શ્રેષ્ઠ ઇલેક્ટ્રોનિક મીડિયા હાર્ડવેરથી સુસજ્જ છે. સંસ્થામાં થિયોરિટિકલ અને પ્રેક્ટિકલ ક્લાસનું પૂરતું સંયોજન છે, જેનાથી વિદ્યાર્થીઓને બંને પાસાઓનું શ્રેષ્ઠ જ્ઞાન મળે.
કમ્પ્યૂટર લેબ અને ક્લાસરૂમ દ્વારા વિદ્યાર્થીઓને પ્રિન્ટ તેમજ ઓડિયો-વીડિયો એડિટિંગમાં શ્રેષ્ઠ તાલીમ આપવામાં આવે છે. સંસ્થા પાસે સમગ્ર ભારતમાં વિવિધ મીડિયા ક્ષેત્રોમાં ફેલાયેલું ભૂતપૂર્વ વિદ્યાર્થીઓનું મજબૂત નેટવર્ક છે. અહીંના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓએ પોતાના સ્ટાર્ટઅપ્સ પણ શરૂ કર્યા છે અને તેઓ આજે અન્યને રોજગાર પૂરો પાડી રહ્યા છે.
આ પણ વાંચોઃ NEET પરીક્ષા પદ્ધતિમાં મોટો ફેરફાર, આવતા વર્ષથી ઑનલાઈન પરીક્ષા
રાષ્ટ્રીય શિક્ષણ નીતિ (NEP)ના યુગની જરૂરિયાતોને અનુરૂપ NIMCJના ઓનર્સ પ્રોગ્રામમાં AI અને ડિજિટલ લર્નિંગ સહિતના નવાં મોડ્યુલ્સનો સમાવેશ કરવામાં આવ્યો છે. સાથે અન્ય મહત્ત્વના અભ્યાસક્રમો પણ ઉમેરવામાં આવ્યા છે, જેમાં ડિફેન્સ કમ્યુનિકેશન, સાયન્સ કમ્યુનિકેશન, VFX અને કલર ગ્રેડિંગ તથા મોબાઈલ જર્નાલિઝમ (MoJo)નો સમાવેશ થાય છે. આ મોડ્યુલ્સ NIMCJના સ્નાતકોને સ્પર્ધાત્મક રોજગાર ક્ષેત્રમાં અલગ ઓળખ અપાવવામાં મદદરૂપ થાય છે.
BAJMC (ઓનર્સ)ના અભ્યાસક્રમ માટે NIMCJમાં જોડાવા ઈચ્છતા વિદ્યાર્થીઓ અંતિમ તારીખ પહેલાં GCAS પર નોંધણી કરાવી શકે છે. GCAS હાલમાં કોઈપણ પ્રવાહના વિદ્યાર્થીઓ માટે પ્રવેશ પ્રક્રિયા હાથ ધરી રહી છે. ધોરણ 12 પૂર્ણ કરનાર વિદ્યાર્થીઓએ NIMCJના કાઉન્સેલર્સનો 7600068443 અથવા 9023434379 ઉપર સંપર્ક કરવો અથવા સંસ્થાની વેબસાઈટ www.nimcj.org ની મુલાકાત લેવી.

