1. Home
  2. Agency
  3. News
  4. NEET પરીક્ષા પદ્ધતિમાં મોટો ફેરફાર, આવતા વર્ષથી ઑનલાઈન પરીક્ષા
NEET પરીક્ષા પદ્ધતિમાં મોટો ફેરફાર, આવતા વર્ષથી ઑનલાઈન પરીક્ષા

NEET પરીક્ષા પદ્ધતિમાં મોટો ફેરફાર, આવતા વર્ષથી ઑનલાઈન પરીક્ષા

0
Social Share

નવી દિલ્હી, 15 મે, 2026 – NEET પરીક્ષા પદ્ધતિમાં મોટો ફેરફાર કરવામાં આવ્યો છે. સરકારે આજે જાહેરાત કરી છે કે આવતા વર્ષથી નીટની પરીક્ષી ઑનલાઈન લેવામાં આવશે. વારંવાર પેપર લીક થવાની ઘટનાને પગલે આ નિર્ણય લેવામાં આવ્યો હોવાનું કેન્દ્રીય શિક્ષણમંત્રીએ જણાવ્યું હતું.

કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને NEET 2026 પેપર લીક મામલે આજે પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું કે આગામી વર્ષે NEETની પરીક્ષા કમ્પ્યૂટર આધારિત પરીક્ષા હશે. શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને કહ્યું કે, આ વખતે પરીક્ષામાં 15 મિનિટનો વધારાનો સમય મળશે. 21 જૂને પરીક્ષા માટે વિદ્યાર્થીઓને મનપસંદ સેન્ટર મળશે. પરીક્ષા બપોરે 2:00 વાગ્યાથી સાંજે 5:15 વાગ્યા સુધી યોજાશે. 21 જૂનની પરીક્ષા માટે 14 જૂન સુધીમાં એડમિટ કાર્ડ મળી જશે.

સુપ્રીમ કોર્ટના આદેશ બાદ NTAની રચના થઈ હતી

તેમણે કહ્યું કે, NTA સુપ્રીમ કોર્ટના આદેશ બાદ બની છે જે 1 કરોડ વિદ્યાર્થીઓની પરીક્ષા કરાવે છે. NTAએ નિર્ણય લીધો છે કે અમે ફી પરત કરીશું અને વિદ્યાર્થીઓને પરીક્ષા માટે તેમના પસંદગીનું શહેર પસંદ કરવાની આઝાદી આપીશું.

શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને કહ્યું કે, 3 મેના રોજ નીટની પરીક્ષા થઈ હતી. 7 મેના રોજ સમાચાર સામે આવ્યા કે ગેસ પેપરવાળા સવાલો જ નીટ પરીક્ષામાં આવ્યા છે. અમે તરત જ પ્રાથમિક તપાસ કરી અને મામલો એજન્સીઓને સોંપી દીધો. 8 મેના રોજ તપાસની પ્રક્રિયા શરૂ થઈ અને 12 મેના રોજ પરીક્ષા રદ કરી દેવામાં આવી. શિક્ષણ માફિયાઓને હરાવવા માટે આ નિર્ણય વિદ્યાર્થીઓના હિતમાં લેવામાં આવ્યો છે.

આ પણ વાંચોઃ NEET-UG 2026: મેડિકલ પ્રવેશ પરીક્ષાની નવી તારીખ જાહેર, હવે 21 જૂને ફરીથી યોજાશે પરીક્ષા

કેન્દ્રીય મંત્રીએ એમ પણ કહ્યું કે સીબીઆઈ આ મામલાની તપાસ કરી રહી છે અને ગેરરીતિની કોશિશ કરનારાઓને સજા આપવામાં આવશે. ફરીથી પરીક્ષા આપવામાં વિદ્યાર્થીઓ પર કોઈ આર્થિક બોજ ન આવે તેનું પૂરું ધ્યાન રાખવામાં આવી રહ્યું છે.

ધર્મેન્દ્ર પ્રધાને કહ્યું કે, સાયબર અપરાધ એક મોટો પડકાર છે અને 120 ટેલિગ્રામ ચેનલ બ્લોક કરવામાં આવી છે. NEET સંબંધિત સામગ્રી WhatsApp દ્વારા પણ ફેલાવવામાં આવી હતી. અમે આ બાબતે ખોટી પ્રેક્ટિસ થવા દઈશું નહીં. આવનારી પરીક્ષાથી શિક્ષણ માફિયાઓ દૂર રહે નહીંતર તેમણે કિંમત ચૂકવવી પડશે. અમે સમાજને અપીલ કરીશું કે તેઓ સારી પ્રેક્ટિસ કરે, પરંતુ મોટા લક્ષ્ય માટે કઠોર નિર્ણય લેવો પડ્યો છે.

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code