1. Home
  2. ગુજરાતી
  3. સોશિયલ મીડિયા પર પ્રધાનમંત્રી વિરુદ્ધ અભદ્ર ટિપ્પણી મુદ્દે X, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામને નોટિસ અપાશે
સોશિયલ મીડિયા પર પ્રધાનમંત્રી વિરુદ્ધ અભદ્ર ટિપ્પણી મુદ્દે X, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામને નોટિસ અપાશે

સોશિયલ મીડિયા પર પ્રધાનમંત્રી વિરુદ્ધ અભદ્ર ટિપ્પણી મુદ્દે X, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામને નોટિસ અપાશે

0
Social Share

નવી દિલ્હી, 27 જુલાઈ 2026: દિલ્હીના જંતર-મંતર પર તાજેતરમાં થયેલા વિરોધ પ્રદર્શનની આડમાં દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને અન્ય વરિષ્ઠ બંધારણીય પદાધિકારીઓ વિરુદ્ધ સોશિયલ મીડિયા પર વાયરલ થયેલી આપત્તિજનક, અસભ્ય અને ભડકાઉ ટિપ્પણીઓને લઈને દિલ્હી પોલીસ સઘન એક્શન મોડમાં આવી ગઈ છે. પોલીસે આવા તમામ વાયરલ વીડિયો, પોસ્ટ અને કમેન્ટ્સને તાત્કાલિક હટાવવા માટે X , ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને યુટ્યુબ જેવા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સને કાનૂની નોટિસ ફટકારવાની તૈયારી શરૂ કરી દીધી છે.

સંવિધાન દ્વારા મળેલી અભિવ્યક્તિની સ્વતંત્રતાના નામે કોઈપણ બંધારણીય પદ પર બેઠેલી વ્યક્તિ વિરુદ્ધ મર્યાદા વટાવીને અભદ્ર ભાષા વાપરવી ગુનાહિત છે. IT એક્ટની કલમ 69A અનુસાર, કેન્દ્ર સરકારને દેશની અખંડિતતા, સુરક્ષા અને લોક વ્યવસ્થાના હિતમાં કોઈપણ ડિજિટલ કન્ટેન્ટને બ્લોક કે ડિલીટ કરવાનો વિશેષ અધિકાર આપે છે.

IT નિયમો, 2021/2023 હેઠળ કોઈપણ સોશિયલ મીડિયા કંપનીએ સરકાર કે કાયદાકીય એજન્સીના આદેશ મળ્યાના માત્ર 36 કલાકની અંદર તે વાંધાજનક સામગ્રીને હટાવવી અથવા ‘જિયો-બ્લોક’ કરવી અનિવાર્ય છે. નવા ફોજદારી કાયદા BNSS ની કલમ 94 હેઠળ પોલીસ સોશિયલ મીડિયા કંપનીઓ પાસેથી આરોપી યુઝરનો IP એડ્રેસ, મોબાઇલ નંબર અને લોગ-ઇન ડેટા માંગી શકે છે.

  • દોષિતો સામે શું થઈ શકે છે કાર્યવાહી?

સોશિયલ મીડિયા પર અભદ્ર પોસ્ટ કરનાર યુઝર્સ સામે કડક કાનૂની સજાની જોગવાઈ છે.

માનહાની (BNS કલમ 356): પીએમ કે અન્ય નાગરિકો વિરુદ્ધ સોશિયલ મીડિયા પર ભ્રામક અને માનહાનીકારક વાતો ફેલાવવા પર 2 વર્ષ સુધીની જેલ અથવા દંડ થઈ શકે છે.

લોકશાહી કે શાંતિ ભંગ કરવી (BNS કલમ 353 & 352): જો કોઈ પોસ્ટથી અશાંતિ કે તોફાન ફેલાવાનું જોખમ હોય તો 3 થી 5 વર્ષ સુધીની જેલની સજા મળી શકે છે. હાલમાં જ બેંગલુરુમાં એક યુઝર દ્વારા ઇન્સ્ટાગ્રામ પર પીએમ વિરુદ્ધ વાંધાજનક ટિપ્પણી કરવા બદલ BNS અને IT એક્ટની કલમ 66 અને 67 હેઠળ કડક ગુનો નોંધીને ધરપકડની કાર્યવાહી કરાઈ છે.

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code