Homeગુજરાતીઝિમ્બાબ્વે સામે ધમાકેદાર પ્રદર્શન કરનાર સૂર્યવશીને હેડ કોચ લક્ષ્મણની ફિડનેસ ઉપર ધ્યાન...

ઝિમ્બાબ્વે સામે ધમાકેદાર પ્રદર્શન કરનાર સૂર્યવશીને હેડ કોચ લક્ષ્મણની ફિડનેસ ઉપર ધ્યાન આપવા તાકીદ

નવી દિલ્હી, 27 જુલાઈ 2026: ભારતીય ક્રિકેટના ઉગતા સિતારા અને યુવા ઓપનર વૈભવ સૂર્યવશીએ ઝિમ્બાબ્વે સામેની T20 સિરીઝમાં પોતાની બેટિંગથી શાનદાર પ્રદર્શન કરીને ‘પ્લેયર ઓફ ધ સિરીઝ’નો એવોર્ડ પોતાના નામે કર્યો છે. જો કે, આ ભવ્ય સફળતા બાદ પણ ભારતીય ટીમના હેડ કોચ વીવીએસ લક્ષ્મણ તરફથી તેને ભવિષ્યની લાંબી સફર માટે એક મહત્વપૂર્ણ સલાહ અને ચેતવણી મળી છે. સિરીઝની સમાપ્તિ બાદ વીવીએસ લક્ષ્મણે વૈભવ સૂર્યવશીના વખાણ કરતા કહ્યું હતું કે, “આ ખેલાડીની ઉંમર હજુ ખૂબ નાની છે અને તે પોતાના રમતગમતના પ્રત્યેક ક્ષેત્રમાં શ્રેષ્ઠ બનવા માંગે છે.” જો કે, સાથે જ લક્ષ્મણે સ્પષ્ટ કર્યું કે, “એક એવું ક્ષેત્ર છે જેના પર વૈભવે વિશેષ મહેનત કરવાની જરૂર છે, અને તે છે તેની ફિટનેસ.” લક્ષ્મણના જણાવ્યા મુજબ, મેચ દરમિયાન જ્યારે વૈભવને ઈજા પહોંચી હતી ત્યારે પણ તે મેદાન છોડવા તૈયાર નહોતો, પરંતુ ટીમના ફિઝિયોની સલાહને કારણે તેને બહાર જવું પડ્યું હતું.

  • લાંબી કારકિર્દી માટે ફિટનેસ કેમ અનિવાર્ય છે?

ક્રિકેટ જગતમાં માત્ર મોટા શોટ્સ ફટકારવા પૂરતા નથી. ટેસ્ટ અને વન-ડે જેવા ફોર્મેટમાં લાંબી ઇનિંગ્સ રમવા માટે અને સતત શાનદાર પ્રદર્શન જાળવી રાખવા માટે ઉત્તમ ફિટનેસ અનિવાર્ય શરત છે. મહાન ખેલાડી વિરાટ કોહલીનું ઉદાહરણ આપતા નિષ્ણાતો માને છે કે ફિટનેસના જોરે જ કોઈ ખેલાડી ઉત્કૃષ્ટમાંથી ‘મહાન’ બનવાની સફર ખેડી શકે છે. અત્રે ઉલ્લેખનીય છે કે, ઝિમ્બાબ્વે સામેની આખી સિરીઝમાં વૈભવ સૂર્યવશીએ સૌથી વધુ 151 રન બનાવ્યા હતા. તેની બેટિંગ એવરેજ 50.33 અને સ્ટ્રાઈક રેટ અદભુત 196.10 રહ્યો હતો. તેના બેટમાંથી સૌથી વધુ 9 ગગનચુંબી છગ્ગા નીકળ્યા હતા. માત્ર 15 વર્ષની ઉંમરે આંતરરાષ્ટ્રીય સ્તરે ‘પ્લેયર ઓફ ધ સિરીઝ’ બનવું એ પોતાનામાં એક શાનદાર વર્લ્ડ રેકોર્ડ છે.

સંબંધિત લેખો

Most Popular