Homeગુજરાતીગુજરાતહળવદના ચરાવડા ગામે પદ્મશ્રી H L. ત્રિવેદી લાયબ્રેરીનું સોમવારે લોકાર્પણ કરાશે

હળવદના ચરાવડા ગામે પદ્મશ્રી H L. ત્રિવેદી લાયબ્રેરીનું સોમવારે લોકાર્પણ કરાશે

સુરેન્દ્રનગર, 3 ઓક્ટોબર, 2026 :  હળવદ તાલુકાના ચરાવડા ગામે પદ્મશ્રી એચ. એલ ત્રિવેદી લાયબ્રેરીનું લોકાર્પણ ભાગવતાચાર્ય અને સંત રમેશભાઈ ઓઝાના હસ્તે તા. 5મીઓક્ટોબરને સોમવારે સાંજના 4 વાગ્યે કરાશે, પદ્મશ્રી ડૉ એચ એલ ત્રિવેદીની જન્મભૂમિ ખાતે સમાજ સેવક પદ્મશ્રી ડો જગદીશ ત્રિવેદી દ્વારા લાયબ્રેરીનું નિર્માણ કરવામાં આવ્યું છે.

હળવદ તાલુકાના ચરાડવાના મૂળ વતની અને પુરા ગુજરાતનું ગૌરવ જેમણે વિદેશની ધીગતી કમાણીને છોડી ભારત ભૂમિ ને કર્મભૂમિ બનાવી અને અમદાવાદમાં વિશાળ કિડની હોસ્પિટલની સ્થાપના કરી  અને અનેક કિડનીના રોગોથી પીડિત દર્દીઓને નવજીવન આપવામાં જેઓ નિમિત્ત બન્યા છે તેવા પદ્મશ્રી ડૉ એચ એલ ત્રિવેદી સાહેબની જન્મભૂમિ ખાતે પદ્મશ્રી સમાજસેવક એવા ડો જગદીશ ત્રિવેદી  દ્વારા લાયબ્રેરીનું નિર્માણ કરવામાં આવ્યું છે, નૂતન લાયબ્રેરીનું લોકાર્પણ ભાગવતાચાર્ય સંત રમેશભાઈ ઓઝા ( પૂજ્ય ભાઈશ્રી)ના હસ્તે આગામી ૫ ઓક્ટોમ્બરના રોજ સાંજે ૪ કલાકે ચરાડવા રણછોડરાય મંદિર ચોક સ્થિત એચ. એલ ત્રિવેદીની જન્મ સ્થળ પર કરાશે.  આ કાર્યક્રમમાં ચરાડા ગામ અને આજુબાજુના ગામના લોકોને ઉપસ્થિતિ રહેવા જાહેર આમંત્રણ આપવામાં આવ્યું છે.

સંબંધિત લેખો
- Advertisment -

Most Popular