Site icon Revoi.in

આરએસએસ શતાબ્દી વર્ષ નિમિત્તે NIMCJમાં વિદ્યાર્થીઓએ મેળવી પંચ પરિવર્તનની સમજ

On the occasion of RSS Centenary Year, students at NIMCJ gained an understanding of Panch Parivartan

On the occasion of RSS Centenary Year, students at NIMCJ gained an understanding of Panch Parivartan

Social Share

અમદાવાદ, 14 જુલાઈ, 2026: નેશનલ ઈન્સ્ટિટ્યૂટ ઓફ માસ કોમ્યુનિકેશન એન્ડ જર્નાલિઝમ (NIMCJ)માં રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘના(RSS)ના શતાબ્દી વર્ષના ઉપલક્ષ્યમાં કાર્યક્રમ યોજાયો હતો. જેમાં RSSના ક્ષેત્ર પ્રચાર પ્રમુખ શ્રી પ્રમોદ બાપટ, ગુજરાત પ્રાંત પ્રચાર પ્રમુખ શ્રી તેજસ પટેલ તથા કોલેજના મેનેજિંગ ટ્રસ્ટી શ્રી પ્રદીપ જૈન ઉપસ્થિત રહ્યા હતા.

શ્રી પ્રમોદજી બાપટે વિદ્યાર્થીઓ સાથે સંઘના ભારતભૂમિ સાથે જોડાયેલા વિચાર વિકાસયાત્રા વિશે સંવાદ કર્યો હતો.

On the occasion of RSS Centenary Year, students at NIMCJ gained an understanding of Panch Parivartan

વર્ષ ૧૯૨૫માં ડો. કેશવરાવ બલીરામ હેડગેવાર દ્વારા RSSની સ્થાપના થઈ અને આજે દેશના દરેક ગામો સુધી પહોંચતી 84 હજાર શાખાઓ કાર્યરત છે. રાષ્ટ્રીય સ્વંય સેવક સંઘના શતાબ્દી વર્ષ નિમિત્તે પ્રમોદજીએ વિદ્યાર્થીઓને પંચ પરિવર્તન અંગે જાગૃત કર્યા. આ પરિવર્તનો અંતર્ગત દરેક વ્યક્તિ સાથે સમરસતાપૂર્ણ વ્યવહાર, પર્યાવરણની રક્ષા, પરિવાર સાથે સમય વિતાવવો, માતૃભાષાનું સન્માન અને નાગરિક શિષ્ટાચાર જાળવી રાખવા જેવી બાબતોનો સમાવેશ કર્યો હતો. પ્રમોદજીએ વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવાના હેતુ સાથે ભારતના ભાવિ નિર્માણ માટે એકસંપ રહેવા કહ્યું. રામાયણ તથા ગૃત્સમદ ઋષિની કથા દ્વારા ‘હું’ થી ‘આપણે સહુ’ સુધી કેવી રીતે પહોંચીએ તે જણાવ્યું હતું.

પરતંત્રની સામે લડત આપી એકત્વની શક્તિ દાખવવાનો સંઘનો અભિગમ

વધુમાં તેમણે પરતંત્રની સામે લડત આપી એકત્વની શક્તિ દાખવવાનો સંઘનો અભિગમ રહ્યો હતો અને આવા ભારતીય વિચારો સાથે લઈને કાર્યરત રાષ્ટ્રીય સ્વયં સેવક સંગઠન ભારતીય સમાજનો ૧૦૦ વર્ષથી એક અભિન્ન અંગ રહેલું છે. તેના વિચારો ૧૨ કરોડ ઘર સુધી પહોંચ્યા છે. સંઘની શાખાઓ રાષ્ટ્રના ગૌરવને ટોચ સુધી પહોંચાડવા લાખો લોકોને પ્રેરિત કરી રહી છે અને આ શાખાઓની સંખ્યા વર્ષ ૨૦૨૬માં એક લાખ સુધી પહોંચશે તેવો ધ્યેય પ્રમોદજીએ દર્શાવ્યો હતો. માત્ર ભારત જ નહીં પરંતુ ૬૦ દેશોમાં પણ વૈશ્વિક કલ્યાણના સંકલ્પ સાથે સંઘ વિવિધ ક્ષેત્રે કાર્ય સંભાળી રહ્યો છે.

આ પણ વાંચોઃ ડાંગનો આદિવાસી સમાજ અને મંદિર નિર્માણના માર્ગે ધર્મ જાગરણ: Video

ભારત દેશના વિકાસની ક્ષિતિજો દર્શાવતા આ સત્રમાં બહોળી સંખ્યામાં વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા અને સંવાદ કર્યો હતો. કાર્યક્રમને સફળ બનાવવા સંસ્થાના નિયામક પ્રો(ડો.) શિરીષ કાશીકર, નાયબ નિયામક ઈલાબેન ગોહિલ, પ્રાધ્યાપકો કૌશલ ઉપાધ્યાય, ડો. ગરિમા ગુણાવત, શ્રીમતી રીતુ વર્મા, સ્ટાફગણ અને વિદ્યાર્થીઓ કાર્યરત રહ્યાં હતાં.

Exit mobile version