Site icon Revoi.in

એક દેશ એક ચૂંટણીઃ લોકસભા-વિધાનસભાની ચૂંટણી સાથે યોજવા માટે 30 લાખ EVMની જરુર પડશે

Social Share

નવી દિલ્હીઃ દેશમાં લોકસભા અને વિધાનસભાની ચૂંટણી એક સાથે યોજવા માટે ચર્ચા ચાલી રહી છે. લોકસભા અને વિધાનસભા ચૂંટણીને લઈને ચૂંટણીપંચને 30 લાખ જેટલા ઈલેક્ટ્રોનિક વોટિંગ મશીન એટલે કે ઈવીએમની જરુર પડશે. આ અંગેની તૈયારી માટે ચૂંટણી પંચને લગભગ દોઢ વર્ષનો સમય લાગી શકે છે. એક ઈવીએમમાં એક ક્ન્ટ્રોલ યુનિટ, ઓછામાં ઓછુ એક બેલેટ યુનિટ અને મતદાતા સત્યાપન યોગ્ય પેપર ઓડિટ ટ્રેલ (વીવીપેટ) યુનિટનો સમાવેશ થાય છે. એક ઈવીએમનું આયુષ્ય લગભગ 15 વર્ષ માનવામાં આવે છે.

સુત્રોના જણાવ્યા અનુસાર લોકસભા અને વિધાનસભા ચૂંટણી એક સાથે યોજવા માટે ચૂંટણી પંચને 30 લાખ કંટ્રોલ યુનિટ્સ, લગભગ 43 લાખ બેલેટ યુનિટ્સ અને લગભગ 32 લાખ વીવીપેટની જરુર પડશે. તેમાં જ આ વસ્તુઓ રિઝર્વ રાખી શકાશે. જેમાં પણ સમસ્યા આવે તો યુનિટ બદલી પણ શકાશે. હાલના સમયમાં લગભગ 35 લાખ જેટલા વોટિંગ યુનિટની અછત છે. જેમાં કન્ટ્રોલ, બેલેટ અને વીવીપેટ યુનિટનો સમાવેશ થાય છે. લોકસભા અને વિધાનસભાની ચૂંટણી એક સાથે યોજવા માટે કેટલો ખર્ચ થશે તેનો આંકડો હજુ સુધી સામે આવ્યો નથી.

એક દેશ એક ચૂંટણીને ધ્યાનમાં રાખીને ચૂંટણી પંચે અગાઉ લો કમીશનની વાત કરી હતી. તેમજ ઈવીએમને રાખવા માટે પુરતા વેરહાઉસિંગ ફેસેલિટી અંગે પણ જણાવ્યું હતું. જો લોકસભા અને વિધાનસભા ચૂંટણી એક સાથે યોજાય તો લોકોને બે અલગ-અલગ ઈવીએમમાં મતદાન કરવું પડશે. વર્ષ 2019માં યોજાયેલી લોકસભાની ચૂંટણીમાં લગભગ 12.50 લાખ બુથ બનાવાયા હતા. દોઢ વર્ષના સમયગાળામાં વીએમ બનાવતી કંપનીને પહેલાથી જાણ કરવી જરુરી છે. આ મોટો કાર્યક્રમમાં કોઈ સમસ્યા ઉભી ના થાય તે માટે સેમિ કન્ડક્ટર ઈડસ્ટ્રીને ડિમાન્ડને પુરી કરવા માટે જાણ કરવા પડશે. એટલું જ નહીં મોટી સંખ્યામાં ઈવીએમના ફર્સ્ટ લેવ ચેક માટે પણ સમય લાગશે.