1. Home
  2. Tag "Central Election Commission"

લોકસભા ચૂંટણી-2024: છઠ્ઠા તબક્કામાં 889 ઉમેદવારો ચૂંટણી લડશે

લોકસભા ચૂંટણી 2024ના છઠ્ઠા તબક્કામાં 8 રાજ્ય અને કેન્દ્રશાસિત પ્રદેશોના 889 ઉમેદવારો ચૂંટણી લડશે. આમાં જમ્મુ અને કાશ્મીરના 3-અનંતનાગ-રાજૌરી સંસદીય ક્ષેત્રની મુલતવી રાખવામાં આવેલી ચૂંટણીઓ માટે લડતા 20 ઉમેદવારોનો પણ સમાવેશ થાય છે. ચૂંટણી પંચે શનિવારે આ માહિતી આપી હતી. પંચના જણાવ્યા અનુસાર, આ તબક્કામાં 7 રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશોની 57 સંસદીય મતવિસ્તારો માટે યોજાનારી ચૂંટણી માટે […]

લોકસભા ચૂંટણીઃ ગુજરાતની 25 સહિત 93 બેઠકો ઉપર આજે મતદાન યોજાશે

અમદાવાદઃ ગુજરાતની લોકસભાની 25 બેઠકો સહિત 10 રાજ્ય અને એક કેન્દ્રશાસિત પ્રદેશની કુલ 93 બેઠકો ઉપર મંગળવારે મતદાન યોજાશે. લોકસભાની 93 બેઠકો ઉપર 1352 ઉમેદવારોના ભાવિ સાંજે ઈવીએમમાં સીલ થશે. જેમાં 1229 પુરુષ અને 123 મહિલા ઉમેદવારનો સમાવેશ થાય છે. ગુજરાતમાં લોકસભાની કુલ 26 બેઠકો છે. જે પૈકી સુરત બેઠક ઉપર ભાજપના ઉમેદવાર મુકેશ દલાલ, […]

લોકસભા ચૂંટણીઃ ગુજરાતમાં ફ્લાઈંગ સ્કવોર્ડસ દ્વારા અત્યાર સુધી 122 કરોડની મતા જપ્ત કરાઈ

અમદાવાદઃ દેશમાં સાત તબક્કામાં લોકસભા ચૂંટણીમાં યોજાવાની છે. પ્રથમ તબક્કામાં 102 બેઠક ઉપર મતદાન પૂર્ણ થયું છે. ગુજરાતમાં ત્રીજા તબક્કામાં 7મી મેના રોજ મતદાન યોજાશે. ચૂંટણીમાં રોકડ અને દારૂ સહિતની વસ્તુઓની હેરાફેરીને અટકાવવા માટે ચૂંટણીપંચ દ્વારા પગલા ભરવામાં આવી રહ્યાં છે. દરમિયાન ચૂંટણીપંચના માર્ગદર્શન હેઠલ ફ્લાઈંગ સ્કવોર્ડસ દ્વારા રૂ. 121.65 કરોડની મતા જપ્ત કરવામાં આવી […]

લોકસભા ચૂંટણીઃ સુપ્રિયા શ્રીનેટ અને દિલીપ ઘોષને વાંધાજનક ટીપ્પણીઓ બાબતે ચૂંટણીપંચનો ઠપકો

નવી દિલ્હી: ચૂંટણી પંચે સોમવારે ભારતીય જનતા પાર્ટીના નેતા દિલીપ ઘોષ અને કોંગ્રેસના પ્રવક્તા સુપ્રિયા શ્રીનેતને મહિલાઓના ગૌરવ વિરુદ્ધ અપમાનજનક ટિપ્પણી કરવા બદલ ઠપકો આપ્યો હતો. ઘોષે પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી વિરુદ્ધ વાંધાજનક ટિપ્પણી કરી હતી અને શ્રીનેતે અભિનેત્રી કંગના રનૌત વિરુદ્ધ અપમાનજનક ટિપ્પણી કરી હતી. કમિશને કહ્યું કે, બંને નેતાઓએ નિમ્ન સ્તરનો વ્યક્તિગત […]

ચૂંટણી બોન્ડ અંગે SBI તમામ જાણકારી ગુરુવારે સાંજ સુધી જાહેર કરશે

નવી દિલ્હીઃ ઈલેક્ટોરલ બોન્ડની માહિતીને લઈને સુપ્રીમ કોર્ટે આજે ફરી SBIને ફટકાર લગાવી છે. કોર્ટે સુનાવણીમાં કહ્યું કે તેણે SBIને ઈલેક્ટોરલ બોન્ડ સંબંધિત તમામ માહિતી જાહેર કરવા કહ્યું છે અને તેમાં ઈલેક્ટોરલ બોન્ડ નંબર પણ સામેલ છે. સુપ્રીમ કોર્ટનું કહેવું છે કે SBIએ પસંદગીની માહિતી જાહેર કરવી જોઈએ નહીં. સુપ્રીમ કોર્ટે નિર્દેશ કર્યો હતો કે, એસબીઆઈના […]

એક દેશ એક ચૂંટણીઃ લોકસભા-વિધાનસભાની ચૂંટણી સાથે યોજવા માટે 30 લાખ EVMની જરુર પડશે

નવી દિલ્હીઃ દેશમાં લોકસભા અને વિધાનસભાની ચૂંટણી એક સાથે યોજવા માટે ચર્ચા ચાલી રહી છે. લોકસભા અને વિધાનસભા ચૂંટણીને લઈને ચૂંટણીપંચને 30 લાખ જેટલા ઈલેક્ટ્રોનિક વોટિંગ મશીન એટલે કે ઈવીએમની જરુર પડશે. આ અંગેની તૈયારી માટે ચૂંટણી પંચને લગભગ દોઢ વર્ષનો સમય લાગી શકે છે. એક ઈવીએમમાં એક ક્ન્ટ્રોલ યુનિટ, ઓછામાં ઓછુ એક બેલેટ યુનિટ […]

વડોદરામાં કેન્દ્રીય ચૂંટણીપંચે 6 જિલ્લા કલેક્ટરો અને SP સાથે વિધાનસભાની ચૂંટણી અંગે ચર્ચા કરી

વડોદરાઃ ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીની મોટાભાગની તૈયારીઓ ચૂંટણી પંચે પૂર્ણ કરી દીધી છે. હાલ કેન્દ્રિય ચૂંટણી પંચના અધિકારીઓ ગુજરાતની મુલાકાતે આવ્યા છે. અને જુદા જુદા વિસ્તારોમાં ફરીને ચૂંટણીની તૈયારીઓની સમીક્ષા કરી રહ્યા છે. રાજકોટમાં સૌરાષ્ટ્રના સાત જિલ્લાના કલેકટરો સાથે બેઠક યોજ્યા બાદ વડોદરામાં 6 જિલ્લાના કલેક્ટરો અને પોલીસ અધિકારીઓ સાથે બેઠક યોજીને જરૂરી સુચના આપવામાં આવી […]

ચૂંટણી સંબંધિત તૈયારીઓ અંગે કેન્દ્રીય ચૂંટણી પંચના નાયબ ચૂંટણી કમિશનરએ ગાંધીનગર ખાતે ચાર જિલ્લાની કરી સમીક્ષા

અમદાવાદ:ગુજરાત વિધાનસભા સામાન્ય ચૂંટણી 2022ની તૈયારીને અનુલક્ષીને કેન્દ્રીય ચૂંટણી પંચ દ્વારા ગાંધીનગર ખાતે અમદાવાદ, ગાંધીનગર, મહેસાણા અને અરવલ્લી જિલ્લાની સર્વગ્રાહી સમીક્ષા કરવામાં આવી હતી. ગાંધીનગર ખાતે આવેલ કેન્દ્રીય ચૂંટણી પંચના નાયબ ચૂંટણી કમિશનર હિરદેશકુમાર, પ્રિન્સિપાલ સેક્રેટરી એસ બી જોશી, ડાયરેક્ટર (એક્સપેન્ડિચર), પંકજ શ્રીવાસ્તવ, ગુજરાતના મુખ્ય ચૂંટણી અધિકારી શ્રીમતી પી. ભારતીએ વિધાનસભા સામાન્ય ચૂંટણી 2022 અંગે […]

કેન્દ્રિય ચૂંટણી પંચ ગુજરાતની મુલાકાતે, રાજકોટમાં 7 જિલ્લાઓની સમીક્ષા કરી સુચનો કરાયા

રાજકોટઃ ગુજરાત વિધાનસભાની ચૂંટણીને હવે સવા મહિના જેટલો સમય બાકી રહ્યો છે. ત્યારે ચૂંટણી પંચે પણ મોટાભાગની તૈયારીઓ પૂર્ણ કરી દીધી છે. ભારતના ચૂંટણી પંચની ટીમ ફરીવાર ગુજરાતની મુલાકાતે આવી છે. અને રાજકોટની મુલાકાત દરમિયાન સૌરાષ્ટ્રના સાત જિલ્લાની ચૂંટણીની તૈયારીની સર્વગ્રાહી સમીક્ષા કરી હતી. રાજકોટમાં કેન્દ્રીય ચૂંટણી પંચના નાયબ ચૂંટણી કમિશ્નર હ્રીદેશકુમાર, પ્રિન્સિપલ સેક્રેટરી એસ.બી.જોશી […]

કેન્દ્રિય ચૂંટણી પંચ 16મી ઓક્ટોબરે ફરીવાર ગુજરાતની મુલાકાતે આવશે,

ગાંધીનગરઃ ગુજરાત વિધાનસભાની ચૂંટણીને હવે દોઢ મહિનાથી ઓછો સમય બાકી રહ્યો છે. અને દિવાળી સુધીમાં ચૂંટણીની જાહેરાત કરી દેવામાં આવે તેવી શક્યતા છે. ચૂંટણી પંચે પણ તમામ તૈયારીઓ પૂર્ણ કરી દીધી છે. ત્યારે ભારતના ચૂંટણી પંચના કમિશનર સહિતના ઉચ્ચ અધિકારીઓમા ટીમ ફરીવાર 16મી ઓક્ટોબરને રવિવારે ગુજરાતની મુલાતકાતે આવી રહ્યા છે. કામગીરીની સમીક્ષા કર્યા બાદ ચૂંટણીની […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code