
વડોદરાઃ શહેરમાં વધતા જતા તાપમાનની સાથે આગના બનાવો પણ વધતા જાય છે. જેમાં વધુ એક આગનો બનાવ શહેરના નવા યાર્ડ વિસ્તારમાં બન્યો હતો. નવાયાર્ડથી ગોરવાને જોડતા બ્રિજ પાસે બંધ પડેલી એક કંપનીએ એમેઝોનને વેરહાઉસ માટે જગ્યા ભાડે આવેલી છે. તે વેરહાઉસમાં મોડી રાત્રે ભિષણ આગ લાગી હતી જેને બુજાવવા માટે વડોદરા ફાયર બ્રિગેડના આઠથી દસ બંબાઓ અને કર્મચારીઓની ટીમ કામે લાગી હતી સતત ચાર કલાકની મહેનત બાદ આગ કાબુમાં આવી હતી આગને કારણે કરોડો રૂપિયાના નુકસાન થયાનો અંદાજ છે.
શહેરમાં એક બાજુ ગરમીને કારણે લોકો ત્રાહિમામ પોકારી ગયા છે તો બીજી બાજુ રોજબરોજ ગરમીને કારણે શોક સર્કિટ થવાથી આગના બનાવવામાં પણ વધારો થયો છે ત્યારે મોડી રાત્રે નવા યાર્ડ થી ગોરવા જવાના મુખ્ય રસ્તા પર આવેલા બ્રિજની બાજુમાં બંધ પડેલી એક કંપનીએ એમેઝોનને વેરહાઉસ તરીકે જગ્યા ભાડે આપેલી છે. તે વેરહાઉસમાં આગ ફાટી નીકળી હતી જેની જાણ વડોદરા ફાયર બ્રિગેડને થતા ઘટના સ્થળે પહોંચી જઈ આગ બુઝાવવાની કામગીરી શરૂ કરી હતી આગ લાગ્યા બાદ વેરહાઉસમાં પેકિંગ કરવા માટે મુકેલા કેમિકલના જથ્થામાંથી અવારનવાર ધડાકાના અવાજો પણ સંભળાતા હતા. જોતજોતામાં આગે વિકરાળ સ્વરૂપ લીધું હતું. આગ બુજાવવા માટે વડોદરા ફાયર બ્રિગેડના વડીવાડી, મકરપુરા, દાંડિયા બજાર ફાયર સબ સ્ટેશન ખાતેથી 8 થી 10 બંબાઓ બોલાવવામાં આવ્યા હતા અને તમામ કર્મચારીઓ આગ બુઝાવવાની કામગીરી માટે લાગી ગયા હતા એટલું જ નહીં ફાયર બ્રિગેડએ આગ બુજાવવા માટે ફાયર રોબોટનો પણ ઉપયોગ કર્યો હતો.
એમેઝોનના વેરહાઉસમાં લાગેલી ભીષણ આગના ધુમાડાના ગોટેગોટા ચારથી પાંચ કિલોમીટર દૂર સુધી દેખાતા હતા આગને બુઝાવવા માટે આઠથી દસ પાણીની ટેન્કરમાંથી સતત પાણીનો મારો ચાલુ રાખ્યો હતો પરંતુ આગ કાબુમાં આવતી ન હતી ફાયર બ્રિગેડના જવાનોએ સતત ચારથી પાંચ કલાક સુધી આગ બુઝાવવા માટે મહેનત ચાલુ રાખી હતી અને આખરે આગ કાબુમાં આવી હતી છતાં પણ સંપૂર્ણપણે આગ બુઝાતા સાતથી આઠ કલાક લાગ્યા હતા