Site icon Revoi.in

પ્રેમ, કથા અને ભવિષ્યનું સ્વપ્ન: સપનાં સાથે સમજદાર આયોજન

two college friends talking about their future after marriage - AI image by REVOI

two college friends talking about their future after marriage - AI image by REVOI

Social Share

જ્યાં પ્રેમની સાથે જવાબદારી જોડાય છે, ત્યાં ભવિષ્ય વધુ સુરક્ષિત બને છે.

કોલેજનું છેલ્લું વર્ષ.

વસંતની સવાર હતી.

કેમ્પસના જૂના વટવૃક્ષની નીચે હળવો પવન ફૂંકાઈ રહ્યો હતો. પરીક્ષાઓ નજીક હતી, પરંતુ આજનો દિવસ કંઈક અલગ લાગતો હતો. કારણ કે આજે પ્રેમ અને કથા પોતાના જીવનના નવા અધ્યાય વિશે ગંભીરતાથી વાત કરવા બેઠાં હતાં.

પ્રેમ અને કથા ચાર વર્ષથી એકબીજાને ઓળખતા હતા. પહેલા મિત્રતા, પછી ધીમે ધીમે લાગણી અને હવે બંનેએ નક્કી કર્યું હતું કે કોલેજ પૂરી થયા પછી તેઓ લગ્ન કરશે.

વટવૃક્ષની નીચે બેસીને કથાએ સ્મિત સાથે પૂછ્યું, “પ્રેમ, તેં ક્યારેય વિચાર્યું છે કે લગ્ન પછી આપણું જીવન કેવું હશે?”

પ્રેમ થોડી ક્ષણ માટે આકાશ તરફ જોઈ રહ્યો.

પછી હળવું હસીને બોલ્યો, “ખરેખર વિચાર્યું છે. હું ઇચ્છું છું કે આપણું જીવન માત્ર પ્રેમથી નહીં, પણ સમજદારીથી પણ ભરેલું હોય.”

કથા ઉત્સુક થઈ ગઈ. “એનો અર્થ?”

પ્રેમ બોલ્યો, “આપણું જીવન લાંબુ છે. માન કે ૨૦ કે ૨૫ વર્ષ પછી પણ આપણે ખુશ રહેવું હોય તો ઘર, જવાબદારીઓ, બાળકો, બચત, આ બધા વિશે વિચારવું પડશે.”

કથા થોડું મજાકમાં બોલી, “તો તું હવે ફાઈનાન્સિયલ એડવાઈઝર બની ગયો છે?”

પ્રેમ હસ્યો. “નહીં, પણ ગઈકાલે હું એક રસપ્રદ લખાણ વાંચતો હતો યુલિપ વિશે, યુલિપ એટલે કે યુનિટ લિન્ક્ડ ઇન્શ્યોરન્સ પ્લાન વિશે.”

કથા થોડું આશ્ચર્યથી બોલી, “હવે વીમાની વાતો શરૂ?”

પ્રેમ ગંભીર બન્યો.

“હા, કારણ કે જીવનમાં માત્ર સપનાં પૂરતા નથી. થોડું આયોજન પણ જરૂરી છે.”

તે સમજાવવા લાગ્યો. “જો કથા, યુલિપ એવી યોજના છે જેમાં જીવન વીમા અને રોકાણ બંને હોય છે. પોલિસીનો સમયગાળો સામાન્ય રીતે ૫ વર્ષથી લઈને ૩૦ વર્ષ સુધી હોઈ શકે છે. ઘણા લોકો ૧૦ થી ૨૦ વર્ષનો સમયગાળો પણ પસંદ કરે છે.”

કથા ધ્યાનથી સાંભળતી હતી.

પ્રેમ આગળ બોલ્યો, “પણ તેમાં એક ખાસ વાત છે કે શરૂઆતના 5 વર્ષ લોક-ઇન પિરિયડ હોય છે. એટલે તે પહેલાં પૈસા કાઢી શકાતા નથી.”

કથાએ કહ્યું, “એ તો થોડું કઠિન લાગે છે.”

પ્રેમ બોલ્યો, “હા, પણ લાંબા ગાળે બચત કરવાની આ સારી રીત છે.”

થોડીવાર પછી પ્રેમે જમીન પર એક નાનો આકાર દોરીને સમજાવ્યું. “ધારી લે કે આપણે દર વર્ષે થોડું પ્રીમિયમ ભરીએ. સામાન્ય રીતે પ્રીમિયમ લગભગ ૩૬,૦૦૦ થી શરૂ થઈ શકે છે. પછી કંપની એ પૈસાનો એક ભાગ બજારમાં રોકાણ કરે છે.”

કથા પૂછે છે, “ક્યાં રોકાણ કરે?”

પ્રેમ બોલ્યો, “ઘણા વિકલ્પ હોય છે. જેમ કે ઇક્વિટી ફંડ, ડેટ ફંડ, બેલેન્સ્ડ ફંડ અથવા મની માર્કેટ ફંડ. જો કોઈને વધુ જોખમ લઈને વધુ રિટર્ન જોઈએ તો ઇક્વિટી ફંડમાં ૪૦% થી ૧૦૦% સુધી રોકાણ કરી શકે. જો સુરક્ષા જોઈએ તો ડેટ ફંડમાં પણ રોકાણ કરી શકાય.”

કથાએ કહ્યું, “એટલે આપણે આપણા સ્વભાવ પ્રમાણે પસંદ કરી શકીએ?”

“હા,” પ્રેમ બોલ્યો,

“અને દર વર્ષે થોડું ફંડ સ્વિચ પણ કરી શકાય. સામાન્ય રીતે ૪ થી ૧૨ સ્વિચ મફત હોય છે.”

કથા હવે ખરેખર રસ લઈને સાંભળતી હતી.

“પણ જો કંઈ ખરાબ બને તો?” તેણે ધીમેથી પૂછ્યું.

પ્રેમે શાંતિથી જવાબ આપ્યો, “તે માટે જીવન વીમા છે. જો પોલિસી દરમિયાન કોઈ વ્યક્તિનું મૃત્યુ થાય તો સામાન્ય રીતે ત્રણમાંથી જે વધારે હોય તે મળે એટલે કે સમ એશ્યોર્ડ, ફંડ વેલ્યુ અથવા કેટલાક પ્લાનોમાં બન્ને.”

કથા થોડું ગંભીર થઈ ગઈ.

“સમ એશ્યોર્ડ એટલે શું?”

પ્રેમ સમજાવતો બોલ્યો, “મોટાભાગે તે વાર્ષિક પ્રીમિયમના ૫ થી ૪૦ ગણાં સુધી હોઈ શકે છે. જેમ કે જો કોઈ ૫૦,૦૦૦ પ્રીમિયમ ભરે તો લાખો રૂપિયાનું કવર મળી શકે.”

કથા ધીમે બોલી, “આ તો ખરેખર જવાબદારીની વાત છે.”

પ્રેમે હસીને કહ્યું, “હા, પણ ખુશખબર પણ છે. જો બધું સારું ચાલે અને પોલિસી પૂર્ણ થાય તો મેચ્યોરિટી વખતે ફંડ વેલ્યુ મળે છે. તે બજારમાં રોકાણના પ્રદર્શન પર આધારિત હોય છે.”

કથા પૂછે છે, “એમાંથી પૈસા કાઢી પણ શકીએ?”

પ્રેમ બોલ્યો, “હા, ૫ વર્ષ પછી પાર્શિયલ વિથડ્રૉલ પણ કરી શકાય. સામાન્ય રીતે ફંડ વેલ્યુના ૧૦% થી ૨૫% સુધી.”

કથાએ થોડું વિચાર્યું.

“અને ટેક્સ?”

પ્રેમ તરત બોલ્યો, “ભારતીય આવકવેરા નિયમો મુજબ સામાન્ય રીતે પ્રીમિયમ પર ધારા ૮૦સી હેઠળ કપાત મળે છે. અને કેટલીક શરતો હેઠળ મેચ્યોરિટી રકમ ધારા ૧૦(૧૦ડી) હેઠળ કરમુક્ત પણ હોઈ શકે.”

કથા સ્મિત કરીને બોલી, “તું તો આખી ફાઈનાન્સ ક્લાસ લઈ રહ્યો છે.”

પ્રેમ હસ્યો.

“હજી એક વાત બાકી છે.”

“શું?”

રાઇડર્સ.”

કથા ફરી આશ્ચર્યમાં પડી.

“આ હવે શું?”

પ્રેમ સમજાવે છે, “મુખ્ય પોલિસી સાથે વધારાના કવર લઈ શકાય. જેમ કે એક્સિડેન્ટલ ડેથ બેનેફિટ, ક્રિટિકલ ઇલનેસ કવર, વેવર ઓફ પ્રીમિયમ અથવા પરમનેન્ટ ડિસેબિલિટી કવર.”

થોડીવાર બંને શાંત રહ્યાં.

કેમ્પસમાં સાંજનો સૂરજ ધીમે ધીમે ઢળી રહ્યો હતો.

કથા ધીમેથી બોલી, “પ્રેમ, હું એક વાત સમજાઈ.”

“કઈ?”

“લગ્ન એટલે માત્ર પ્રેમ નહીં. જવાબદારી પણ.”

પ્રેમે કથાનો હાથ પકડી લીધો.

“બિલકુલ. આપણે માત્ર આજ માટે નહીં, પણ આવનારા ૨૦ – ૩૦ વર્ષ માટે વિચારવું જોઈએ.”

કથા હસીને બોલી, “તો આપણા જીવનની યોજના શું છે?”

પ્રેમ થોડું વિચારીને બોલ્યો, “સપનાં ઘણાં. પ્રેમ આખી જિંદગી. અને આયોજન સમજદારીથી.”

કથા મજાકમાં બોલી, “અને જો ક્યારેક મુશ્કેલી આવે?”

પ્રેમે શાંતિથી કહ્યું, “તો આપણે બંને સાથે હોઈશું. અને જ્યારે પ્રેમ અને સમજદારી સાથે હોય ત્યારે ભવિષ્ય ક્યારેય ડરાવતું નથી.”

સાંજનું આકાશ ગુલાબી બની ગયું હતું. કોલેજના દિવસો પૂરા થવાના હતા, પરંતુ પ્રેમ અને કથાની નવી સફર હવે શરૂ થવાની હતી.

કારણ કે તેઓ માત્ર પ્રેમમાં નહોતાં.

તેઓ ભવિષ્ય બનાવવા માટે પણ તૈયાર હતાં.

– હેમંત પરમાર દ્વારા

(વિશેષ સૂચનાઃ મીડિયા તરીકે એક સમાજિક જવાબદારીના ભાગરૂપે આ વિગતો આપવામાં આવે છેજે સર્વસાધારણ માહિતી અને ઉપયોગિતા ઉપર આધારિત છે. વ્યક્તિગત વીમા પ્લાનની પસંદગી માટે “રિવોઈ” કોઈ રીતે જવાબદાર નથી.)

Exit mobile version