Site icon Revoi.in

રાષ્ટ્રપતિ ચૂંટણીઃ એનડીએના ઉમેદવાર દ્રૌપદી મુર્મુએ ફોર્મ ભર્યું

Social Share

NDAના રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર દ્રૌપદી મુર્મુએ સંસદ ભવનમાં પોતાનું ઉમેદવારી ફોર્મ ભર્યું છે. દ્રૌપદી મુર્મુના સમર્થનમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી, ગૃહમંત્રી અમિત શાહ, સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ, બીજેપી અધ્યક્ષ જેપી નડ્ડા ઉપરાંત ઘણા મોટા નેતાઓ સંસદભવનમાં હાજર હતા. દરમિયાન ઝારખંડ મુક્તિ મોરચાએ રાષ્ટ્રપતિ પદના ઉમેદવારને સમર્થન આપવા માટે આવતીકાલે પાર્ટીના ધારાસભ્યો અને સાંસદોની બેઠક બોલાવી છે. બીજી તરફ વિપક્ષના ઉમેદવાર યશવંત સિન્હા 27 જૂને ઉમેદવારી નોંધાવી શકે છે.

NDAના રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર દ્રૌપદી મુર્મુએ રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર તરીકે ફોર્મ ભર્યું હતું. તેમજ એનડીએ દ્વારા કોંગ્રેસના વચગાળાના અધ્યક્ષ સોનિયા ગાંધી, પશ્ચિમ બંગાળના મુખ્ય પ્રધાન મમતા બેનર્જી અને એનસીપી વડા શરદ પવાર સાથે વાત કરી અને રાષ્ટ્રપતિની ચૂંટણીમાં તેમનું સમર્થન માંગવામાં આવ્યું છે.

વિપક્ષ દ્વારા યશવંતસિંહાને રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર જાહેર કરવામાં આવ્યાં છે. તેઓ આગામી તા. 27મી જૂનના રોજ ઉમેદવારી ફોર્મ ભરે તેવી શકયતા છે. તેમની ઉમેદવારી ફોર્મ ભરવાના સમયે વિપક્ષના પણ અનેક નેતાઓ ઉપસ્થિત રહેવાની શકયતા છે. જો કે, એનડીએના ઉમેદવાર દ્રૌપદી મુર્મુ આદિવાસી મહિલા નેતા હોવાથી અન્ય રાજકીય પક્ષો સમર્થન આપે તેવી શકયતાઓ રાજકીય આગેવાનો વ્યક્ત કરી રહ્યાં છે.

રાષ્ટ્રપતિની ચૂંટણીમાં લોકસભા અને રાજ્યસભાના સાંસદો અને વિવિધ વિધાનસભાના ધારાસભ્યો મતદાન કરશે. આ ચૂંટણીને લઈને ચૂંટણી પંચ દ્વારા તૈયારીઓ કરવામાં આવી છે. રાજકીય પક્ષના નેતાઓની સાથે દેશની જનતાની નજર હાલ રાષ્ટ્રપતિ પદની ચૂંટણી પર મંડાયેલી છે.