Site icon Revoi.in

કાનપુરમાં આજે વડાપ્રધાન મોદીનો રોડ શો, યૂપીમાં 2 દિવસમાં 7 લોકસભા સીટો પર કરશે પ્રચાર

Social Share

ત્રીજા તબક્કાના પ્રચાર બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી હવે ચોથા અને પાંચમા તબક્કાની ચૂંટણી માટે પ્રચાર કરીને રાજકીય માહોલમાં ગરમાવો લાવશે. આજે અને આવતીકાલે એમ બે દિવસ વડાપ્રધાન યુપીની સાત લોકસભા સીટો પર સતત 2 દિવસ પ્રચાર કરશે. વડાપ્રધાન આજે કાનપુર અને અકબરપુર લોકસભા બેઠકો પર રેલીને સંબોધશે .

આ સ્થળે કરશે રોડ શો

બીજેપીના રાજ્ય મુખ્યાલય દ્વારા નક્કી કરાયેલા કાર્યક્રમ અનુસાર, આજે વડાપ્રધાન અકબરપુર લોકસભાના કલ્યાણપુર વિધાનસભા ક્ષેત્રમાં સ્થિત ગુમટી નંબર 5 પાસે આવેલા ગુરુદ્વારામાં દર્શન કરશે, ત્યારબાદ તેઓ ત્યાંથી રોડ શો કરશે..

રવિવારે ઇટાવા પહોંચશે PM

વડાપ્રધાન યુપીના તેમના ચૂંટણી પ્રવાસ પર રવિવારે ઈટાવા પણ પહોંચશે. અહીં ભરથાણા વિધાનસભા ક્ષેત્રમાં, તેઓ ઇટાવા, કન્નૌજ અને મૈનપુરી લોકસભા બેઠકોના ઉમેદવારો માટે જાહેર સભા કરશે.

આ પછી, વડા પ્રધાન હરગાંવ વિધાનસભા ક્ષેત્રમાં ધૌરહરા, સીતાપુર અને ખેરી લોકસભા બેઠકો માટે જાહેર સભા કરશે. અહીં બેઠક યોજ્યા બાદ વડાપ્રધાન સાંજે અયોધ્યા પહોંચશે. વડાપ્રધાન ત્યાં શ્રી રામલલાના દર્શન કરશે. આ પછી સુગ્રીવ કિલ્લાથી લતા મંગેશકર ચોક સુધી રોડ શો કરશે