Site icon Revoi.in

RTE એક્ટઃ આવકના ખોટા દાખલાના આધારે કેટલાક વાલીઓએ સંતાનોનું ધો-1માં પ્રવેશ મેળવ્યું

Social Share

અમદાવાદઃ ગુજરાતમાં ગરીબ પરિવારના બાળકોને RTE હેઠલ પ્રવેશ મળી રહે તે માટે રાજ્ય સરકાર પ્રયાસો કરી રહી છે તાજેતરમાં જ RTI  હેઠળ લાખો બાળકોને ખાનગી સ્કૂલોમાં ધો-1માં પ્રવેશ આપવામાં આવ્યો છે. દરમિયાન અમદાવાદમાં કેટલાક વાલીઓએ આવકના ખોટા દસ્તાવેજ ઉભા કરીને સંતાનોનો ધો-1માં પ્રવેશ લીધો હોવાની ફરિયાદો ઉઠી છે. અમદાવાદની જાણીતી સ્કૂલે ડીઈઓ સમક્ષ ફરિયાદ કરતા દસ જેટલા વાલીઓએ આવકના ખોટાના દાખલાના આધારે સંતાનોનો પ્રવેશ લીધો હોવાનું ખૂલ્યું હતું. જેથી સમગ્ર બનાવ અંગે ડીઈઓએ મામલતદારને તપાસ સોંપી છે.

પ્રાપ્ત માહિતી અનુસાર રાઈટ ટુ એજ્યુકેશન એક્ટ હેઠળ ધો.1માં મફત પ્રવેશ માટેની રાજ્ય સરકારની પ્રક્રિયા અંતર્ગત જાહેર કરાયેલા નિયમો મુજબ આવક મર્યાદા દોઢ લાખથી રૂ. 1.80 લાખ રખાઈ છે. જો કે, કેટલાક વાલીઓ આવકના ખોટા પુરાવા ઉભા કરીને સંતાનોનો પ્રવેશ લીધો હોવાની ફરિયાદો ઉઠી છે.  આધારે આરટીઈમાં પ્રવેશ મેળવી લેતા હોવની અનેકવાર ફરિયાદો ઉઠી છે.આ વર્ષે એક સ્કૂલે ડીઈઓમાં બોગસ આરટીઈ પ્રવેશ મુદ્દે ફરિયાદ કરી હતી.

અમદાવાદની જાણીતી એક સ્કૂલમાં તપાસ કરતા 10 વાલીઓએ દોઢ લાખથી વધારેનું આઈટી રીટર્ન ફાઈલ કર્યાનું ખુલ્યું હતું. એટલું જ નહીં જિલ્લા શિક્ષણાધિકારીએ આ વાલીઓને બોલાવીને તપાસ કરી હતી. ડીઈઓએ મામલતદારને સમગ્ર કેસ અંગે તપાસ કરવા સૂચના આપી છે. આવકનુ ખોટુ સર્ટિફિકેટ મેળવાયુ હોય તો મામલતદાર દ્વારા રદ કરવામા આવશે અને ત્યારબાદ કાયદાકીય પ્રક્રિયા કરવામા આવશે