Site icon Revoi.in

સનાતન ધર્મ વિરોધી ઉદયનિધિ સ્ટાલિનને સુપ્રીમ કોર્ટનો ઠપકો, કહ્યું-મંત્રીને પરિણામની ખબર હોવી જોઈએ

Social Share

નવી દિલ્હી: સનાતન ધર્મ પર ટીપ્પણી કરનરા તમિલનાડુના મુખ્યમંત્રી એમ. કે. સ્ટાલિનના પુત્ર ઉદયનિધિને સુપ્રીમ કોર્ટે ઠપકો આપ્યો છે. કોર્ટે કહ્યું છે કે તમે એક મંત્રી છો અને તમને પરિણામની ખબર હોવી જોઈએ. ઉદયનિધિ તમિલનાડુમાં સત્તારુઢ ડીએમકેની સરકારમાં મંત્રી પણ છે. ગત વર્ષ સપ્ટેમ્બરમાં તેમણે સનાતન ધર્મની તુલના કોરોના વાયરસ અને મેલેરિયા જેવી બીમારીઓથી કરી હતી.

ઉદયનિધિની સનાતન ધર્મને લઈને કરવામાં આવેલી ટીપ્પણી વિરુદ્ધ એફઆઈઆરઓને ક્લબ કરવા માટે સુપ્રીમ કોર્ટ પહોંચ્યા હતા. સુનાવણી દરમિયાન કોર્ટે કહ્યું કે તમારા અધિકારોનો દુરુપયોગ કરાયો છે. તમને ખબર છે કે તમે શું કહ્યુ છે. તમને પરિણામો બાબતે ખબર હોવી જોઈએ. તમે એક મંત્રી છો, આમ આદમી નથી.

સ્ટાલિન તરફથી કોર્ટમાં રજૂ થયેલા એડવોકેટ અભિષેક મનુ સિંઘવીએ કહ્યુ છે કે આ નિવેદનને યોગ્ય ઠેરવી રહ્યા નથી. તેમણે એ વાત પર ભાર મૂક્યો કે ઉદયનિધિ સ્ટાલિન વિરુદ્ધ 6 રાજ્યોમાં એફઆઈઆરઓ નોંધાયેલી છે અને માત્ર તેને એકસાથે લાવવાની અપીલ કરી રહ્યા છીએ. આ દરમિયાન કોર્ટે તેમને સંબંધિત હાઈકોર્ટમાં જવા માટે જણાવ્યું છે. સિંઘવીએ કહ્યુ છે કે મારે 6 હાઈકોર્ટોમાં જવું પડશે. હું સતત આ કામમાં ગુંચવાયેલો રહીશ. આ ટ્રાયલ પહેલા ઉત્પીડન હશે.

સુનાવણી દરમિયાન સિંઘવીએ ખાસ કરીને પત્રકાર અર્નબ ગોસ્વામી, અમીષ દેવગન, ભાજપના નેતા નૂપુર શર્મા અને મોહમ્મદ ઝુબૈર સાથે જોડાયેલા મામલાઓનો ઉલ્લેખ કર્યો હતો. એડવોકેટ તરફથી વારંવાર કહેવામાં આવ્યા બાદ અરજી પર વિચાર કરવા માટે કોર્ટ તૈયાર થઈ છે. તેની સાથે મામલા પર આગામી સુનાવણી શુક્રવારે કરવાની વાત પણ કહી છે.

ગત વર્ષ 2 સપ્ટેમ્બરે ઉદયનિધિ સ્ટાલિને કહ્યુ હતુ કે કેટલીક ચીજો છે, જેને આપણે ઉખાડી ફેંકવી પડશે અને આપણે માત્ર તેનો વિરોધ કરી શકીએ નહીં. આપણે તેને ઉખાડી ફેંકવોપડશે. સનાતનમ પણ આવો જ છે. વિરોધ નહીં, તેને મૂળથી સમાપ્ત કરવા આપણું પહેલું કામ હોવું જોઈએ.