Site icon Revoi.in

આત્મનિર્ભર ભારતઃ સંરક્ષણ નિકાસ સાત વર્ષમાં 10 ગણી વધી

Social Share

વિશ્વમાં વર્ષોથી સંરક્ષણના આયાતકાર તરીકે જાણીતું ભારત આજે આધુનિક ટેકનોલોજીથી સજ્જ હથિયારોનું ઉત્પાદન કરવાની સાથે નિકાસ પણ કરી રહ્યું છે. આત્મનિર્ભર બનેલુ ભારત હાલ દુનિયાના લગભગ 85થી વધારે દેશોને શસ્ત્ર પ્રણાલીની નિકાસ કરી રહ્યું છે. બીજી તરફ સંરક્ષણ નિકાસમાં ગણતરીના વર્ષોમાં 10 ગણી વધી છે. આધુનિક ટેકનોલોજીથી બનાવાયેલા એલસીએ તેજસ, લાઈટ કોમ્બેટ તથા એરક્રાફ્ટ કેરિયરની ડિમાન્ડ દુનિયાના વિવિધ દેશોમાં વધી છે.

સરકારની નીતિગત પહેલ અને સંરક્ષણ ઉદ્યોગના સહકારથી, ભારતે નાણાકીય વર્ષ 2022-23માં સંરક્ષણ નિકાસમાં નોંધપાત્ર સીમાચિહ્ન હાંસલ કર્યું છે. આ નાણાકીય વર્ષમાં નિકાસ લગભગ રૂ. 16,000 કરોડના રેકોર્ડ સ્તરે પહોંચી છે, જે પાછલા નાણાકીય વર્ષ કરતાં લગભગ રૂ. 3,000 કરોડ વધુ છે. 2016-17થી ભારતની સંરક્ષણ નિકાસ 10 ગણીથી વધુ વધી છે. ભારત હાલમાં 85 થી વધુ દેશોમાં શસ્ત્ર પ્રણાલીની નિકાસ કરી રહ્યું છે. હાલમાં સંરક્ષણ ઉત્પાદનોની નિકાસ કરતી 100 કંપનીઓ સાથે ભારતીય ઉદ્યોગે તેની ડિઝાઇન અને વિકાસ ક્ષમતા વિશ્વને બતાવી છે. વધતી જતી સંરક્ષણ નિકાસ અને એરો ઈન્ડિયા-2023માં 104 દેશોની ભાગીદારી ભારતની વધતી જતી સંરક્ષણ ઉત્પાદન ક્ષમતાનો પુરાવો છે.

સાત વર્ષમાં ભારતની સંરક્ષણ નિકાસના આંકડાં જોઈએ તો વર્ષ  2016-17માં રૂ. 1,521, 2017-18માં રૂ. 4,682, 2018-19માં રૂ. 10,745, વર્ષ 2019-20માં રૂ. 9,115, વર્ષ 2020-21માં રૂ. 8,434, વર્ષ 2021-22માં રૂ. 12,814 અને વર્ષ 2022-23 રૂ. 15,920ની નિકાસ થઈ હતી. લગભગ આઠ વર્ષ પહેલા સુધી ભારતને આયાતકાર તરીકે ઓળખવામાં આવતી હતી, આજે ડોર્નિયર-228, 155 એમએમ એડવાન્સ ટોવ્ડ આર્ટિલરી ગન્સ (એટીએજી), બ્રહ્મોસ મિસાઈલ, આકાશ મિસાઈલ સિસ્ટમ્સ, રડાર, સિમ્યુલેટર, માઈન પ્રોટેક્ટેડ વ્હીકલ, આર્મર્ડ વ્હીકલ, પિનાકા રોકેટ અને લોંચર. , દારૂગોળો, થર્મલ ઇમેજર્સ, બોડી આર્મર, સિસ્ટમ્સ, લાઇન બદલી શકાય તેવા એકમો અને એવિઓનિક્સ અને નાના હથિયારો જેવા મોટા પ્લેટફોર્મની નિકાસ કરે છે. વિશ્વમાં એલસીએ તેજસ, લાઇટ કોમ્બેટ હેલિકોપ્ટર, એરક્રાફ્ટ કેરિયરની માંગ વધી રહી છે.