Site icon Revoi.in

બેંગ્લોરમાંથી ઝડપાયેલા ઓનલાઈન સટ્ટાબેટીંગ કેસમાં ચોંકાવનારો ખુલાસો, 2300 કરોડથી વધુનું કૌભાંડ

Social Share

બેંગ્લોર, 24 ફેબ્રુઆરી 2026: એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) એ ગેરકાયદેસર ઓનલાઇન સટ્ટાબાજી અને જુગારની પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલા એક મોટા મની લોન્ડરિંગ કેસમાં પૂરક ચાર્જશીટ દાખલ કરી છે. EDની બેંગલુરુ પ્રાદેશિક કચેરી દ્વારા પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ (PMLA) હેઠળ આ કાર્યવાહી કરવામાં આવી છે, જેમાં કે.સી. વીરેન્દ્રને મુખ્ય આરોપી બનાવવામાં આવ્યા છે.

આ કેસમાં કે.સી. વીરેન્દ્ર ઉપરાંત પૃથ્વી એન. રાજ, કે.સી. થિપ્પેસ્વામી, ફોનપૈસા પેમેન્ટ સોલ્યુશન્સ પ્રાઇવેટ લિમિટેડ, ગુલશન ખટ્ટર, પપીઝ ટુર્સ એન્ડ ટ્રાવેલ્સ LLP, અર્જુન નાગભૂષણ, અભિજીત સજ્જન અને લોજિકફોર્જ સોલ્યુશન્સ પ્રાઇવેટ લિમિટેડ જેવી સંસ્થાઓના નામ સામેલ છે.

EDએ વિવિધ રાજ્યોમાં નોંધાયેલી FIRના આધારે આ તપાસ શરૂ કરી હતી. તપાસમાં બહાર આવ્યું છે કે, કિંગ567, પ્લે567, પ્લેવિન567 અને ગેમેક્સ જેવા ઓનલાઇન પ્લેટફોર્મ દ્વારા લોકો સાથે છેતરપિંડી અને બળજબરીથી વસૂલાત કરવામાં આવતી હતી. ગેરકાયદેસર કમાણીને છુપાવવા માટે પેમેન્ટ ગેટવે, શેલ કંપનીઓ (ખોટા ખાતા), ક્રિપ્ટોકરન્સી અને વિદેશી સંસ્થાઓનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. આરોપીઓએ ગુનાની રકમનો ઉપયોગ દુબઈ જેવા દેશોમાં મિલકતો ખરીદવા માટે પણ કર્યો હોવાનું સામે આવ્યું છે.

અત્યાર સુધીમાં EDએ કર્ણાટક સહિત અન્ય રાજ્યોમાં 60થી વધુ સ્થળોએ દરોડા પાડ્યા છે. આ કાર્યવાહી દરમિયાન, મોટી માત્રામાં રોકડ, સોનાની લગડીઓ, દાગીના અને લક્ઝરી વાહનો જપ્ત કરાયા છે. જાન્યુઆરી 2026માં આશરે રૂ. 177.30 કરોડની સંપત્તિ ટાંચમાં લેવામાં આવી હતી. કુલ મળીને અત્યાર સુધી રૂ. 320 કરોડથી વધુની સંપત્તિ જપ્ત કે એટેચ કરવામાં આવી છે.

EDના જણાવ્યા અનુસાર, અત્યાર સુધીમાં રૂ. 2,300 કરોડથી વધુની ગુનાહિત રકમની ઓળખ કરવામાં આવી છે. હાલ આ મામલે વધુ તપાસ ચાલુ છે અને આગામી દિવસોમાં વધુ ધરપકડ કે જપ્તીની શક્યતા છે.

આ પણ વાંચોઃ દિલ્હી-લેહ ફ્લાઈટનું ઈમરજન્સી લેન્ડિંગ, મુસાફરોમાં ભય ફેલાયો

Exit mobile version