Site icon Revoi.in

ટોક્યો ઓલિમ્પિક્સ: હોકીમાં ભારતનું દમદાર પ્રદર્શન, સ્પેનને 3-0થી મ્હાત આપી

Social Share

નવી દિલ્હી: ટોક્યો ઓલિમ્પિકના આજે 5માં દિવસે ભારતને સફળતા સાંપડી છે. આજે પૂલ એમાં ભારતીય પુરુષ હોકી ટીમનો મુકાબલો સ્પેન સામે થયો હતો અને અહીં ભારતે દમદાર પ્રદર્શન કરતા સ્પેનને હરાવી દીધું.

ભારત અને સ્પેન વચ્ચે રમત શરૂ થઇ ત્યારે માત્ર 14મી મિનિટમાં જ ભારતીય ટીમે પહેલો ગોલ કરી નાખ્યો હતો. ઓસ્ટ્રેલિયા સામે હાર્યા બાદ ભારતીય ટીમ એ રમતને ભૂલીને જોશ અને જુસ્સા સાથે મેદાનમાં ઉતરી હતી. ભારતીય ટીમ સ્પેન સામે મજબૂતાઇ સાથે રમી હતી. ભારતે દમદાર રમતનું પ્રદર્શન કરીને સ્પેનને 3-0થી મ્હાત આપી હતી.

ભારત તરફથી ત્રીજો ગોલ પેનલ્ટી કોર્નરમાં થયો. રૂપિન્દર સિંહે રમતની 51મી મિનિટમાં આ ગોલ કર્યો. રૂપિન્દરે મેચમાં આ બીજો ગોલ કર્યો હતો.

નોંધનીય છે કે, ભારતે સ્પેનને 3-0થી હરાવીને પૂલ-એના પોઈન્ટ્સ ટેબલમાં બીજા નંબરે જગ્યા મેળવી લીધી છે. ભારત તરફથી રુપિંદર પાલ સિંહે (15મી અને 21મી મિનિટ) બે જ્યારે સિમરનજીત સિંહ (14મી મિનિટ) દ્વારા ગોલ કરવામાં આવ્યો હતો. ભારતીય ટીમના 3 મેચમાં 6 અંક થઈ ગયા છે. ટીમ ઈન્ડિયાએ ત્રણ મેચમાંથી બે મેચ જીતી લીધી છે જ્યારે એક મેચમાં હાર મેળવી છે. ટોપ ચારમાં રહેનારી ટીમ ક્વાર્ટર ફાઈનલ માટે ક્વોલીફાય કરશે.