Site icon Revoi.in

PM મોદીની લોકચાહના વધી, સુરતના વેપારીએ નરેન્દ્ર મોદીની સોનાની મૂર્તિ બનાવી

Social Share

અમદાવાદઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ભારતમાં જ દુનિયામાં લોકપ્રિયતા વધી છે. દરમિયાન સુરત શહેરના એક ઝવેરીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સોનાની સુંદર મૂર્તિ બનાવી છે. 18 કેરેટ સોનાથી બનેલી આ મૂર્તિનું વજન 156 ગ્રામ છે. તાજેતરની વિધાનસભા ચૂંટણીમાં ભાજપની એકતરફી જીતની યાદમાં જોહરી દ્વારા આ મૂર્તિ બનાવવામાં આવી હતી. પીએમ મોદીની સોનાની મૂર્તિ જોઈને લોકો આશ્ચાર્ય-ચકિત થઈ ગયા છે.

સોનાના દાગીના બનાવવાના વ્યવસાય સાથે જોડાયેલા વેપારી વસંત બોહરાએ જણાવ્યું હતું કે, “ગયા વર્ષે ડિસેમ્બરમાં યોજાયેલી ચૂંટણીમાં ભાજપે 182માંથી 156 બેઠકો જીતી હતી, તેથી વડાપ્રધાનની સોનાની પ્રતિમાનું વજન 156 ગ્રામ રાખવામાં આવ્યું છે.” આ મૂર્તિ હવે લોકોમાં પણ ચર્ચાનો વિષય બની છે અને ઘણા લોકો તેને ખરીદવામાં રસ દાખવી રહ્યા છે. જોકે, જ્વેલરે તેને વેચવા અંગે હજુ નિર્ણય લીધો નથી. મૂળ રાજસ્થાનના વતની વેપારી બોહરાએ જણાવ્યું હતું કે, “હું નરેન્દ્ર મોદીનો પ્રશંસક છું અને તેમને કંઈક સમર્પિત કરવા ઈચ્છું છું. અમારી ફેક્ટરીમાં આ મૂર્તિ બનાવવા માટે લગભગ વીસ કારીગરોને લગભગ ત્રણ મહિના લાગ્યા હતા. હું અંતિમ પરિણામથી સંતુષ્ટ છું. કોઈ પ્રાઇસ ટેગ નથી કારણ કે તે હજુ સુધી વેચાણ માટે નથી. વેપારી વીસ વર્ષથી સુરતમાં સ્થાયી છે. તેમણે જણાવ્યું કે મૂર્તિ બનાવવા માટે 11 લાખ રૂપિયાના સોનાનો ઉપયોગ કરવામાં આવ્યો છે.

(ઉત્તરપ્રદેશના સીએમ યોગીએ પોતાની ખુરશી ઉપર આરામ ફરમાવતી બિલાડીને કર્યો વ્હાલ… જોવો વીડિયો)

https://youtube.com/shorts/BDXUVAvx4gA?feature=share

અગાઉ બોહરાએ સ્ટેચ્યુ ઓફ યુનિટીની સોનાની પ્રતિકૃતિ બનાવી હતી, જે બાદમાં તેમણે વેચી દીધી હતી. તેમણે કહ્યું કે, (નરેન્દ્ર મોદીની) મૂર્તિ ડિસેમ્બર સુધીમાં તૈયાર થઈ ગઈ હતી, પરંતુ તેનું વજન 156 ગ્રામથી થોડું વધારે હતું, પરંતુ ભાજપને 156 બેઠકો મળી છે તે જાણ્યા પછી, કારીગરોએ વજન ઘટાડવા માટે મૂર્તિમાં ફેરફાર કર્યાં હતા.