Site icon Revoi.in

ડીપફેક ટેક્નોલોજીથી દૂનિયા પરેશાન, ભારત સરકારે આ મુશ્કેલીથી બચવા તૈયારી કરી લીધી

Social Share

ડીપફેક દુનિયાભર માટે એક મોટી સમસ્યા બની રહી છે. આ ટેક્નોલોજીએ પૂરા વિશ્વ માટે એક અલગ પ્રકારનો પડકાર ઉભો કર્યો છે. ડીપફેક ટેકનોલોજીનો ઉપયોગ કરીને, અપરાધી કોઈપણ વ્યક્તિનું નકલી રૂપ બનાવે છે, જે અસલી વ્યક્તિની જેમ બોલે છે, ચાલે છે, કામ કરે છે, વાત કરે છે, ચહેરાના હાવભાવ અસલી વ્યક્તિ જેવા હોય છે. ડીપફેક ટેકનોલોજીનો ઉપયોગ કરીને, ગુનેગારો કોઈપણ વ્યક્તિની નકલી છબી બનાવી શકે છે અને છેતરપિંડી અથવા કોઈ મોટો ગુનો કરી શકે છે. ભારત સહિત સમગ્ર વિશ્વમાં આવા અનેક કિસ્સાઓ જોવા મળ્યા છે.

ભારત સરકાર ટેક્નોલોજીથી ઊભી થતી મુસીબતનો સામનો કરવાની તૈયારી કરી રહી છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ભારત સરકાર 2024માં યોજાનારી લોકસભા ચૂંટણી પહેલા ડીપફેકને ઓળખવા માટે ડીપફેક ડિટેક્શન એક્સપર્ટની એક ટીમ બનાવવા જઈ રહી છે, જેનું કામ ડીપફેક ટેક્નોલોજીને ડિટેક્ટ કરવાનું રહેશે.

રિપોર્ટ મુજબ, ગૃહ મંત્રાલયના સાયબર વિંગ વિભાગે કામ કરવાનું ચાલુ કરી દીધું છે, અને થોડા સમયમાં ડીપફેક ડિટેક્શન ટૂલ ચાલુ કરવાનો નિર્ણય લીધો છે. આ ટૂલ બ્યુરો ઓફ પોલીસ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ અને ભારતીય સાયબર ક્રાઈમ કોઓર્ડિનેશન સેન્ટર વિભાગએ મળીને બનાવી રહ્યા છે.

ડીપફેક ટેક્નોલોજીને ઓળખતું આ ખાસ ડિટેક્શન ટૂલ બધા જ સાયબર પોલીસ સ્ટેશનમાં તૈનાત કરવામાં આવશે. આ ટૂલની મદદથી પોલીસ માટે ડીપફેક વીડિયોને શોધવાનું ખૂબ સરળ બનશે.