Site icon Revoi.in

સંદેશખાલીમાં CBIની કાર્યવાહી સામે TMCએ ચૂંટણીપંચમાં ફરિયાદ કરી

Social Share

નવી દિલ્હીઃ પશ્ચિમ બંગાળના સંદેશખાલીમાં સીબીઆઈએ અલગ-અલગ વિસ્તારમાં દરોડા પાડ્યાં હતા. જેને લઈને ટીએમસી (તૃણમૃલ કોંગ્રેસ)એ પશ્ચિમ બંગાળમાં મુખ્ય ચૂંટણી અધિકારીને ચિઠ્ઠી લખીને ચૂંટણીના દિન દરોડા પાડવા મુદ્દે સીબીઆઈ સામે ફરિયાદ કરી છે.

ટીએમસીએ આરોપ લગાવ્યો છે કે, લોકસભા ચૂંટણી દરમિયાન પાર્ટીની છબી ખરાબ કરવા માટે સંદેશખાલીમાં દરોડા પાડ્યાં હતા. દરોડા દરમિયાન સીબીઆઈએ એક પોલીસ રિવોલ્વર અને વિદેશી બનાવટના હથિયારો સહિત મોટા પ્રમાણમાં હથિયારો અને દારૂગોળો મળી આવ્યો હતો.

ટીએમસીએ વધુમાં જણાવ્યું હતું કે, “અગાઉ પણ, અમે નિષ્પક્ષ માર્ગદર્શિકા / ફ્રેમવર્કની જરૂરિયાત તરફ તમારું ધ્યાન દોર્યું હતું જેથી કેન્દ્રીય તપાસ એજન્સીઓ એઆઈટીસી સહિત વિવિધ રાજકીય પક્ષોના પ્રચાર પ્રયત્નોને નિષ્ફળ ન કરે, જેઓ સત્તાધારી સરકારનો વિરોધ કરે છે.” જો કે, વારંવારની વિનંતીઓ છતાં, કેન્દ્રીય તપાસ એજન્સીઓ સમગ્ર દેશમાં, ખાસ કરીને ચૂંટણી દરમિયાન હાહાકાર મચાવી રહી છે ત્યારે તમારી કચેરીએ આંખ આડા કાન કર્યા છે.”

ટીએમસીએ જણાવ્યું હતું કે, “પશ્ચિમ બંગાળના ત્રણ સંસદીય મતવિસ્તારો દાર્જિલિંગ, રાયગંજ અને બાલુરઘાટમાં મતદાન થયું હતું. જ્યારે ચૂંટણી ચાલી રહી હતી, ત્યારે સીબીઆઈએ ઈરાદાપૂર્વક સંદેશખાલીમાં એક ખાલી જગ્યા પર દરોડા પાડ્યા હતા.

સંદેશખાલીમાં મહિલાઓ ઉપર અત્યાચાર ગુજારવા સહિતના ગંભીર ગુનામાં સુરક્ષા એજન્સીઓએ અગાઉ ટીએમસીના પૂર્વ મંત્રી શહબાજ શેખની ધરપકડ કરી હતી. બીજી તરફ ટીએમસીએ કેન્દ્રીય એજન્સીની કાર્યવાહી સામે રોષ વ્યક્ત કર્યો હતો. તેમજ ચૂંટણી દરમિયાન જાણી જોઈને કેન્દ્ર સરકારના ઈશારે કાર્યવાહી કરવામાં આવતો હોવાનો આરોપ લગાવ્યો હતો.