Site icon Revoi.in

કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહ આવતીકાલે અમદાવાદમાં ઉજવશે નવવર્ષ

Social Share

અમદાવાદઃ કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહ આવતીકાલે, બુધવારે ગુજરાતી નવવર્ષના પ્રથમ દિવસે અમદાવાદમાં પોતાના નિવાસસ્થાને લોકો સાથે મુલાકાત કરશે. આ પ્રસંગે તેઓ લોકોને નવા વર્ષની શુભેચ્છાઓ આપશે અને સૌને સમૃદ્ધિ તથા સુખાકાંક્ષી શુભકામનાઓ પાઠવશે.

દર વર્ષે જેમ તેઓ પરંપરાગત રીતે લોકો સાથે મળી નવવર્ષની શરૂઆત કરે છે, તેમ આ વર્ષે પણ અમદાવાદમાં મોટી સંખ્યામાં લોકો અમિત શાહને મળવા પહોંચશે તેવી શક્યતા છે.