Site icon Revoi.in

માનવ રહિત વિમાન નાગાસ્ત્ર-1 ભારતીય સેનાની તાકાતમાં અનેક ગણો વધારો કરશે

Social Share

નવી દિલ્હીઃ માનવરહિત વિમાન ‘નાગસ્ત્ર’ ભારતીય સેનાની તાકાતમાં અનેકગણો વધારો કરવા જઈ રહ્યું છે. નાગપુરની ભારતીય કંપનીને 450 એરક્રાફ્ટનો કોન્ટ્રાક્ટ મળ્યો છે. તે એક વર્ષમાં સપ્લાય કરવાની રહેશે. નાગસ્ત્ર-1 ના આગમન પછી, પોતાને કોઈ નુકસાન પહોંચાડ્યા વિના દુશ્મનોને ખતમ કરવાનું વધુ સરળ બનશે. પાકિસ્તાન અને ચીન જેવા દેશોના કઠોર વિસ્તારોમાં પણ દુશ્મનની સેનાનો આસાનીથી સફાયો કરી દેશે.

સોલાર ઇન્ડસ્ટ્રીઝ નાગપુરે કહ્યું કે, તેણે ઇઝરાયેલ અને પોલેન્ડના સ્પર્ધકોને પાછળ છોડીને ભારતીય સેનાને માનવરહિત એરિયલ વ્હીકલ (યુએવી) ‘નાગાસ્ત્ર’ સપ્લાય કરવાનો કોન્ટ્રાક્ટ મેળવ્યો છે. કંપનીના એક અધિકારીએ જણાવ્યું કે, 75 ટકાથી વધુ સ્વદેશી કન્ટેન્ટ સાથેના ‘નાગાસ્ત્ર-1’માં ઘણી વૈશ્વિક કક્ષાની વિશેષતાઓ છે. તેને સોલાર ઇન્ડસ્ટ્રીઝ નાગપુરની પેટાકંપની ઇકોનોમિક્સ એક્સપ્લોસિવ્સ લિમિટેડ સાથે મળીને વિકસાવવામાં આવી છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, ભારતીય સરહદ ઉપર ફરજ બજાવતા જવાનોને આધુનિક ટેકનોલોજીથી સજ્જ હથિયારો પુરા પાડવામાં આવી રહ્યાં છે. આ ઉપરાંત ફાયરજેટ સહિતના આધુનિક હથિયારો ભારતીય સેનામાં સામેલ કરવામાં આવી રહ્યાં છે.

ISROનું PSLV-C55 રોકેટ શ્રીહરિકોટામાં SHAR ના પ્રથમ લોન્ચ પેડ પરથી ઉડાન ભરવા માટે તૈયાર છે. તેના દ્વારા સિંગાપોરનો 741 કિલોગ્રામનો ટેલ EOS-2 સેટેલાઇટ અને 16 કિલોનો લુમો લાઈટ સ્મોલ સેટેલાઇટ મોકલવામાં આવશે. આ બંને ઉપગ્રહોના સફળ પ્રક્ષેપણ પછી, ISRO દ્વારા ભ્રમણકક્ષામાં મૂકવામાં આવેલા વિદેશી ઉપગ્રહોની કુલ સંખ્યા 424 થઈ જશે. ઈસરોના અધ્યક્ષ એસ સોમનાથ દેવી ચેંગલમ્મા મંદિરની મુલાકાતે ગયા હતા.