Site icon Revoi.in

યુપીના મુરાદાબાદ પર મહાગુંચવાડો: હવે સમાજવાદી પાર્ટીએ રુચિ વીરાને નામાંકન કરવાથી રોક્યા, એસ.ટી. હસનના બદલે ફાઈનલ થયું હતું નામ

Social Share

મુરાદાબાદ: સમાજવાદી પાર્ટીમાં મુરાદાબાદ બેઠકને લઈને સતત અસમંજસતા બનેલી છે. સૂત્રો મુજબ, હવે પાર્ટીએ આઝમખાન ખેમાની રુચિ વીરાને નામાંકન કરવાથી રોક્યા છે. મંગળવારે સાંજે પાર્ટીએ રુચિ વીરાને આજે નામાંકન કરવાનું કહ્યું હતું. જ્યારે એસટી હસન ગઈકાલે બપોરે જ મુરાદાબાદથી નામાંકન દાખલ કરી ચુક્યા છે. રુચિ વીરાના નામ બાદ મુરાદાબાદમાં સમાજવાદી પાર્ટીના કાર્યકર્તાઓએ મોટો વિરોધ કર્યો હતો અને તેમના પોસ્ટરોને સળગાવ્યા હતા.

સમાજવાદી પાર્ટીએ લખનૌથી મુરાદાબાદ માટે ચાર્ટર્ડ પ્લેન બુક કરાવ્યું હતું. થોડીવારમાં ચાર્ટર્ડ પ્લેન મુરાદાબાદ માટે ઉડાણ ભરશે. માનવામાં આવે છે કે રામપુર ઉમેદવારનું નામાંકન પત્ર ચાર્ટર્ડ પ્લેનથી જઈ રહ્યું છે.

અહેવાલ છે કે સમાજવાદી પાર્ટી રુચિ વીરાને મુરાદાબાદથી ઉમેદવાર બનાવવાનો નિર્ણય કરી ચુકી છે અને એસટી હસનની ટિકિટના કપાવાનું કારણ આઝમખાનની નારાજગી છે. તેવામાં હસનના સમર્થકોનું રુચિ વીરા અને આઝમખાન બંને પર આક્રોશિત થવું કોઈને આશ્ચર્ય પમાડતું નથી. સમર્થકોનું કહેવું છે કે આઝમે રામપુરની રાજનીતિ પર ધ્યાન આપવું જોઈએ, મુરાદાબાદ પર નહીં. મુરાદાબાદમાં એસ. ટી. હસનથી સારા કોઈ ઉમેદવાર હોઈ શકે નહીં.

મહત્વપૂર્ણ છે કે તાજેતરમાં સીતાપુર જેલમાં જઈને અખિલેશ યાદવે આઝમખાન સાથે મુલાકાત કરી હતી. તેના પછી સમાજવાદી પાર્ટીના પ્રમુખે કહ્યુ હતુ કે તેમની અને આઝમખાનની વચ્ચે વાતચીત પૂર્ણ થઈ છે. પરંતુ તેના પછી આઝમખાનની ચિઠ્ઠીએ રાજકીય વર્તુળોમાં ચર્ચાનું બજાર ગરમ કરી દીધું છે. આ ચિઠ્ઠી બાદ આઝમખાનની નારાજગી ખુલીને સામે આવી ચુકી છે.

તેના પછી ચર્ચા છે કે શું અખિલેશ યાદવ આઝમખાનને મનાવવામાં કામિયાબ થઈ જશે? હવે માત્ર રામપુર જ નહીં, પરંતુ મુરાદાબાદ સુધી તણાવ છે. રામપુરમાં આઝમખાન સમર્થક જિલ્લા એકમ ચૂંટણી બહિષ્કારનું એલાન કરી રહ્યા છે. તો બીજીતરફ મંગળવારે સવારે જ મુરાદાબાદમાં નામાંકન કરનારા સાંસદ એસટી હસનની ટિકિટ કપાવવાની ચર્ચાઓ સાંજ સુધી થવા લાગી.

ચર્ચા એ પણ છે કે શું મુરાદાબાદથી એસટી હસનની ટિકિટ કાપીને અખિલેશ યાદવ હવે રામપુરથી લડાવશે. જો આમ થાય છે તો શું રામપુરમાં આઝમ ખાનના ટેકેદારો માની જશે? મુરાદાબાદ અને રામપુર બંને પહેલા તબક્કાની બેઠકો છે. જ્યાં નામાંકનની છેલ્લી તારીખ 27 માર્ચ છે.