Site icon Revoi.in

ઉત્તરપ્રદેશઃ યોગી સરકાર વિદ્યાર્થીઓમાં ટેબલેટ અને સ્માર્ટફોનનું કરશે વિતરણ

Social Share

લખનૌઃ ઉત્તરપ્રદેશમાં યોગી સરકાર આગામી મહિને સ્માર્ટફોન અને ટેબલેટનું વિતરણ કરશે. કેબિનેટમાં 90 દિવસમાં 2.40 લાખ ટેબલેટ પીસી અને 3.50 લાખ સ્માર્ટ ફોનની જરૂરિયાતને ધ્યાનમાં કંપનીની પસંદગી સાથે કેટલીક શરત મુકવામાં આવી છે. તેમજ સંબંધિત બિડ ડોક્યુમેન્ટની મંજૂરી આપવામાં આવી છે. 25મી નવેમ્બર સુધી કંપનીઓની પસંદગી કરીને અલગ-અલગ આપૂરતી માટે જવાબદારી આપવામાં આવશે. ટેબલેટ અને સ્માર્ટફોન પુરા પાડનારી કંપનીએ દરેક જિલ્લામાં ફરજિયાત એક સર્વિસ સેન્ટર ઉભુ કરવાનું રહેશે.

ટેબલેટ પીસીમાં બે જવીની રેમ હશે તેમજ પાંચ મેગાફિક્સલનો રિયર કેમેરો અને 2 મેગા ફિસ્ટલનો ફ્રન્ટ કેમેરો હશે. જેની બેટરી 5000 એમએએચ અથવા તેનાથી વધારે ક્ષમતાની હશે. એટલું જ નહીં બ્યુટુથ અને જીપીએસની સુવિધા આપવામાં આવશે. જ્યારે સ્માર્ટફોન લગભગ 6 ઈંચનો હશે. જેમાં 32 જીબી સ્ટોરેજની ક્ષમતા હશે. તેમજ 8 મેહાપિક્સલ રિયર કેમેરા અને પાંચ મેગાફિક્સલ ફ્રન્ટ કેમેરા હશે. એટલું જ નહીં ફોનની એક વર્ષની વોરંટી હશે અને દરેક જિલ્લામાં તેના સર્વિસ સેન્ટર પણ હશે. જેથી ફોનમાં કોઈ સમસ્યા થાય તો વિદ્યાર્થીઓને મુશ્કેલીનો સામનો ના કરવો પડે. ઔદ્યોગિક વિકાસ વિભાગની દરખાસ્ત મુજબ, સપ્લાયર કંપનીએ ફરજિયાતપણે ફાળવેલ જિલ્લામાં સર્વિસ સેન્ટર ખોલવાનું રહેશે. ટેબ્લેટ અને સ્માર્ટફોન મેળવનારા યુવાનો સંપર્ક કરી શકે તે માટે રાઉન્ડ ધ ક્લોક હેલ્પલાઇન પણ શરૂ કરવી પડશે.અત્રે ઉલ્લેખનીય છે કે, ગુજરાત સહિત દેશના અનેક રાજ્યોમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓમાં દર વર્ષે ટેબલેટનું વિતરણ કરવામાં આવે છે.