Site icon Revoi.in

ઉત્તરાખંડમાં રેલવે લાઈન બમણી કરવાની સાથે નવી લાઈનના પ્રોજેક્ટ અંગે કેન્દ્રીય મંત્રી-મુખ્યમંત્રી વચ્ચે ચર્ચા

Social Share

દિલ્હીઃ કેન્દ્રીય રેલ રાજ્યમંત્રી દર્શન જરદોશે દહેરાદૂનમાં ઉત્તરાખંડના મુખ્યમંત્રી સાથે મુલાકાત કરી હતી. દરમિયાન કેન્દ્રીય મંત્રીએ હિમાલયની ભૂમિવાળા આ રાજ્યમાં વિવિધ સ્થળો સાથે રેલવે જોડાણ અને લોકોની મુસાફરીની સલામતી અંગે લંબાણપૂર્વકની ચર્ચા કરી હતી.

રેલ રાજ્ય મંત્રી દર્શના જરદોષે દહેરાદૂનમાં ઉત્તરાખંડના મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામી સાથે મુલાકાત કરી હતી. બંને નેતાઓએ રાજ્યમાં ચાલી રહેલા વિવિધ પ્રોજેક્ટ્સની સ્થિતિ અંગે વિગતવાર ચર્ચા કરી હતી. આ ચર્ચામાં રેલવે વિભાગોનું વિદ્યુતીકરણ, પહેલેથી જ હાલની રેલવે લાઇનબમણી કરવી, સ્ટેશન પુનર્વિકાસ યોજનાઓ અને રેલવે લાઇનના નવા પ્રોજેક્ટ્સ સામેલ હતા. આ પ્રસંગે ઉત્તર રેલવેના જનરલ મેનેજર આશુતોષ ગંગલ, મુરાદાબાદ ડિવિઝનના ડિવિઝનલ રેલવે મેનેજર અજય નંદન અને ઉત્તર રેલવેના અનેક વરિષ્ઠ અધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા.

આ બેઠક અંગે વિસ્તૃત માહિતી આપતાં બંને મંત્રીઓએ જણાવ્યું હતું કે, ઉત્તરાખંડમાં રેલવેની હાજરી વધારવા પર ભાર મૂકવામાં આવી રહ્યો છે. હિમાલયની આ ભૂમિ રાજ્યમાં વિવિધ સ્થળો સાથે રેલ જોડાણ લોકોની મુસાફરીને વધુ સલામત, વધુ સસ્તી અને આરામદાયક બનાવશે. આ ઇકોલોજિકલ રીતે સંવેદનશીલ વિસ્તાર માટે રેલવે તમામ સિઝનમાં ઉપલબ્ધ ઇકો-ફ્રેન્ડલી મોડેલ પબ્લિક ટ્રાન્સપોર્ટ સિસ્ટમ સાબિત થશે. આનાથી આ ક્ષેત્રની અર્થવ્યવસ્થાને વેગ મળશે અને લોકોને રોજગાર, માર્કેટિંગ અને વ્યવસાયિક તકો મળશે.