Site icon Revoi.in

કેરલમમાં મુખ્યમંત્રી તરીકે વીડી સતીશનની પસંદગી, રાજ્યપાલને મળીને સરકારનો દાવો કરશે

Social Share

ચેન્નાઈ, 15 મે 2025: કેરલમમાં કેટલાક દિવસની રાજકીય ચહલપહલ, બેઠકો અને આંતરિક ખેંચતાણ વચ્ચે અંતે કોંગ્રેસ દ્વારા વીડી સતીશનને કેરલમના નવા મુખ્યમંત્રી તરીકે પસંદગી કરવામાં આવી છે. આમ રાજ્યની રાજનીતિમાં નવી પેઢીના નેતૃત્વની શરૂઆત માનવામાં આવે છે. દિલ્હીમાં કોંગ્રેસના સિનિયર નેતાઓ દીપાદાસ મુંશી, મુકુલ વાસનિક અને અજય માકને તેમના નામની સત્તાવાર રીતે જાહેરાત કરી છે. કોંગ્રેસના નેતાઓએ પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું હતું કે, વીડી સતીશન કેરલમના નવા મુખ્યમંત્રી હશે. કેરલમમાં વિધાનસભાની ચૂંટણી માટે 9 એપ્રિલના રોજ મતદાન થયું હતું અને 4 મેના રોજ પરિણામ જાહેર થયું છે. વિધાનસભાની ચૂંટણીના પરિણામ જાહેર થયાના 10 દિવસ કોંગ્રેસએ મુખ્યમંત્રીના નામની જાહેરાત કરી છે. સીએમની રેસમાં કોંગ્રેસના મહાસચિવ કેસી વેણુગોપાલનું નામ પણ ચર્ચાતુ હતું.

કેરલમમાં મુખ્યમંત્રીના નામની જાહેરાત બાદ વીડી સતીશનએ જણાવ્યું હતું કે, એક નવા કેરલમમાં એક નવા યુગની શરૂઆત થઈ છે, અમે જાણીએ છીએ અહીંની આર્થિક સ્થિતિ નાજુક છે અમને આશા છે કે, અમે બધુ બદલી શકીએ છે. એઆઈસીસીના તમામ નેતાઓએ ફોન ઉપર મને શુભેચ્છાઓ પાઠવી છે. પાર્ટી અને ગઠબંધનના નેતાઓ સાથે ચર્ચા કર્યા બાદ રાજ્યપાલને મળીને સરકાર બનાવવાનો દાવો કરાશે. કેરલમમાં વિધાનસભાની ચૂંટણીમાં 140 બેઠકો પૈકી કોંગ્રેસની આગેવાની હેઠળના ગઠબંધનને 102, સીપીઆઈએમ-એલડીએફ ગઠબંધનને 35 અને એનડીએની 3 બેઠકો ઉપર જીત થઈ હતી.

કેલમમાં વિધાનસભા ચૂંટણીના પરિણામ જાહેર થયા બાદ નવા મુખ્યમંત્રી કોણ હશે તેને લઈને લંબાણપૂર્વકની ચર્ચા થઈ હતી. નવા સીએમને લઈને ભારે આંતરિક મતભેદ સામે આવ્યા હતા. દરમિયાન તિરુવનતપુરમથી લઈને દિલ્હી સુધી નેતાઓની બેઠક અને લોબિંગનો દોર શરૂ થયો હતો. કોંગ્રેસના મહાસચિવ કેસી વેણુગોપાલ પણ અંતિમ તબક્કાની બેઠકમાં ઉપસ્થિત રહ્યાં હતા. રાહુલ ગાંધીની તેમની સાથેની મુલાકાત બાદ કોંગ્રેસ હાઈકમાન્ડ દ્વારા નિર્ણય જાહેર કરવામાં આવ્યો હતો. સિનિયર નેતા રમેશ ચેન્નિથલાને પણ રાહુલ ગાંધીએ ફોન કરીને નવા સીએમ અંગેની જાણકારી આપી હતી.

આ પણ વાંચોઃ દિલ્હી બ્લાસ્ટ કેસમાં NIAએ 10 આતંકીઓ વિરુદ્ધ 7500 પાનાની ચાર્જશીટ દાખલ કરી, મોટા ખુલાસા

Exit mobile version