Site icon Revoi.in

અમદાવાદમાં પાણી અને મચ્છરજન્ય રોગચાળો વકર્યો, સપ્તાહમાં ઝાડા-ઊલટી, ટાઈફોડના કેસમાં વધારો

Social Share

અમદાવાદઃ શહેરમાં પાણીજન્ય રોગચાળામાં મોટા પ્રમાણમાં વધારો થયો છે. ખાસ કરીને કોલેરા અને ઝાડા ઊલટી જેવા કેસો ખૂબ જ વધ્યા છે. શહેરમાં છેલ્લા સાત મહિનામાં કોલેરાના 59 જેટલા કેસો નોંધાયા હતા. જેમાં સૌથી વધુ કેસો શહેરના પૂર્વ વિસ્તારમાં નોંધાયા હતા. ચોમાસામાં વરસાદ પડતાની સાથે જ અમદાવાદ શહેરમાં પાણીજન્ય રોગો અને મચ્છરજન્ય રોગોની શરૂઆત થઈ ગઈ છે. અમદાવાદ શહેરમાં પાણીજન્ય રોગોમાં ખૂબ વધારો થયો છે. જેમાં ઓગસ્ટ મહિનામાં 7 સાત જ દિવસમાં ઝાડા-ઊલ્ટી, કમળો અને ટાઇફોઇડના કેસો વધ્યા છે. મચ્છરજન્ય રોગોમાં પણ સામાન્ય વધારો જોવા મળ્યો છે. અમદાવાદમાં પાણીજન્ય રોગો એવા ઝાડા-ઊલ્ટી, કમળ અને ટાઇફોઇડના કેસો વધુ અમદાવાદમાં ગોતા, જગતપુર ઉપરાંત કોટ અને મધ્ય ઝોનના વિસ્તારમાં નોંધાયા છે.

અમદાવાદ મ્યુનિ.કોર્પોરેશનના આરોગ્ય વિભાગના સૂત્રોના જણાવ્યા મુજબ ચાલુ વર્ષે ઓગસ્ટ માસના પહેલા 7 દિવસ દરમિયાન પાણીજન્ય રોગોમાં ઝાડા- ઊલ્ટીના 121, કમળાના 28 અને ટાઈફોઈડના 68 જેટલા કેસો નોંધાયા છે. જ્યારે મચ્છરજન્ય રોગોમાં સાદા મેલેરિયાના 15 કેસો, ઝેરી મેલેરિયાના 02, ડેન્ગ્યુના 16 અને ચિકનગુનિયાના 5 કેસો નોંધાયા છે. કોર્પોરેશન દ્વારા છેલ્લા એક અઠવાડિયામાં 382 કન્સ્ટ્રક્શન સાઇટ ચેક કરી 170 સાઈટને નોટિસ આપી હતી. તેમજ રૂ. 4.98 લાખનો દંડ વસુલ કર્યો હતો. 158 એજ્યુકેશનલ એકમો ચેક કર્યા હતા. જ્યારે 248 જેટલા મોલ, મલ્ટીપ્લેક્સ અને કોમર્શિયલ એકમોને ચેક કરી 70 નોટિસ આપી હતી. મચ્છરજન્ય રોગો અને તેમના બ્રિડિંગ શોધવા માટે કવાયત હાથ ધરાઇ હતી. જેમાં સૌથી વધુ કોમર્શિયલ એકમો, બંધ પડેલા એકમો અને ઇન્સ્ટીટ્યુટ જે અત્યારે બંધ છે તેમાં મચ્છર વધારે બ્રિડિંગ કરે છે. આ એકમોને સાફ સફાઈમાં ધ્યાન રાખવામાં આવે તેવું કહેવામાં આવ્યું છે. પૂર્વના વિસ્તારોમાં સાફ સફાઈની અને દૂષિત પાણીની પણ કેટલીક ફરિયાદો આવી રહી છે.

મ્યુનિ.કોર્પોરેશન દ્વારા સૂચના આપવામાં આવી છે કે બિન જરૂરિયાત પાણી ન ભરાવા દે તે માટે પણ ધ્યાન આપવામાં આવે ખાસ કરીને બેજમેંટમાં પાણી ભરાય છે તે યોગ્ય રીતે નિકાલ કરે જેથી આવી જગ્યાઓ પર મચ્છર બ્રિડિંગના મૂકે. પાણીની ટાંકી ફિટ બંધ કરે જરૂરિયાતના હોય તો પાણી ભરીનેના રાખે તેવી પણ સૂચના આપવામાં આવી છે. અમદાવાદ મ્યુનિસપલ કોર્પોરેશન દ્વારા સર્વે કરાયા હતા જેમાં જે પણ જગ્યાઓ પર મચ્છરના બ્રિડિંગ જોવા મળ્યા હતા તેવા અનેક એકમોને નોટિસ આપવામાં આવી છે અને તેમણે દંડ પણ કરવામાં આવ્યો છે. હાલમાં પરિસ્થિતિ બગડે નહીં અને કોર્પોરેશન સમય રહેતા પગલાં લઈ રહી છે. સોલીડ વેસ્ટ વિભાગ દ્વારા પણ સફાઈ અભિયાન હાથ ધરવામાં આવી રહ્યું છે જેથી ગંદકીના કારણે કોઈ પણ રોગો ફેલાય નહીં.