Site icon Revoi.in

12 વર્ષ બેમિસાલઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઉપર દુનિયાભરમાંથી અભિનંદન વર્ષા

12 years of unprecedented success: Congratulations showered on Prime Minister Narendra Modi from all over the world
Social Share

[અલકેશ પટેલ] રિવોઈ ન્યૂઝ, 10 જૂન 2026 – નરેન્દ્રભાઈ મોદીએ સળંગ 12 વર્ષ અર્થાત 4399 દિવસ વડાપ્રધાનપદે રહીને ભારતના રાજકીય ઇતિહાસમાં એક નવું પ્રકરણ ઉમેર્યું છે. આ સાથે પહેલા મુખ્યપ્રધાન અને ત્યારબાદ તરત જ વડાપ્રધાન- એમ એક શાસક તરીકે સળંગ 25 વર્ષ પૂરા કરનાર પણ તેઓ સૌપ્રથમ રાજનેતા બન્યા છે.

આ અસાધારણ ઐતિહાસિક સિદ્ધિ બદલ દેશ અને દુનિયામાંથી નરેન્દ્રભાઈ મોદી ઉપર અભિનંદન વર્ષા થઈ રહી છે. રાજકારણ, ઉદ્યોગજગત, મનોરંજન જગત સહિત વિવિધ ક્ષેત્રના અગ્રણીઓ આજે સવારથી શ્રી મોદીને અભિનંદન પાઠવી રહ્યા છે.

ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ તથા ગુજરાત ભાજપના અધ્યક્ષ શ્રી જગદીશભાઈ વિશ્વકર્માએ પત્ર લખીને નરેન્દ્રભાઈને અભિનંદન પાઠવ્યા છે. આ સિવાય અન્ય અનેક સામાન્ય નાગરિકો પણ પોતપોતાના સોશિયલ મીડિયા હેન્ડલ દ્વારા શ્રી મોદીજીને અભિનંદન પાઠવી રહ્યા છે.

મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે ચાર પાનાનો વિસ્તૃત પત્ર લખીને નરેન્દ્રભાઈના 25 વર્ષના નેતૃત્વની વિસ્તૃત છણાવટ પણ કરી છે. સોશિયલ મીડિયા હેન્ડલ X દ્વારા મુખ્યમંત્રીએ ગુજરાત અને ભારતને સતત અને સફળ નેતૃત્વ પૂરું પાડવા બદલ અભિનંદન આપવાની સાથે શ્રી મોદીજીએ શરૂ કરેલી લોકકલ્યાણની અનેક યોજનાઓનો પણ ઉલ્લેખ કર્યો છે.

એ જ રીતે ગુજરાત ભાજપના અધ્યક્ષ જગદીશભાઈ વિશ્વકર્માએ પણ તેમના સોશિયલ મીડિયા હેન્ડલ X ઉપર શ્રી મોદીજીના સફળ શાસનનું વિગતવાર મૂલ્યાંકન કર્યું છે.

અમેરિકી ગાયિકા મેરી મિલબેને અત્યંત ભાવવાહી રીતે અભિનંદન પાઠવવા સાથે જણાવ્યું કે, નરેન્દ્ર મોદીના શાસનકાળમાં ભારત-અમેરિકાના સંબંધો નવી ઊંચાઈએ પહોંચ્યા છે. X હેન્ડલ ઉપર વીડિયો સંદેશ સાથે મેરી મિલબેને નરેન્દ્રભાઈના ગુજરાતના મુખ્યમંત્રી તરીકેના શાસનકાળનો પણ ઉલ્લેખ કર્યો છે. (જોકે, મિલબેને અમેરિકન રાજકીય વ્યવસ્થાના સંદર્ભમાં મોદીજી માટે ગુજરાતના ગવર્નર તરીકેનો ઉલ્લેખ કર્યો છે.) મહત્ત્વની વાત એ છે કે મેરી મિલબેને મોદીજીને માય ફ્રેન્ડ પ્રાઈમ મિનિસ્ટર નરેન્દ્ર મોદી એ રીતે સંબોધન કર્યું છે.

સૌથી મહત્ત્વની વાત એ છે કે, મિલબેને તેમના વીડિયાનો અંતે વંદે માતરમનું પણ ગૌરવપૂર્વક ઉચ્ચાર કર્યું છે.

જુઓ વીડિયો

 

 

Exit mobile version