Site icon Revoi.in

TCS – લેન્સકાર્ટ બાદ હવે નાગપુરના NGOમાં ધર્માંતર કાંડ, આરોપી રિયાજ ફાજિલની ધરપકડ

After TCS - Lenskart, now there is a religious conversion scandal in an NGO in Nagpur, accused Riyaz Fazil arrested

After TCS - Lenskart, now there is a religious conversion scandal in an NGO in Nagpur, accused Riyaz Fazil arrested

Social Share

નાગપુર, 20 એપ્રિલ, 2026: TCS – લેન્સકાર્ટ બાદ હવે નાગપુરના NGOમાં ધર્માંતર માટે દબાણ કરવાનો અને મહિલા હિન્દુ કર્મચારીઓ સાથે બિભત્સ હરકતો કરવાનો કિસ્સા બહાર આવ્યો છે. આ કેસમાં એક પીડિત યુવતીની ફરિયાદ બાદ એનજીઓ ચલાવનાર આરોપી રિયાજ ફાજિલ કાઝીની ધરપકડ કરવામાં આવી છે.

નાગપુરમાં એક NGO પ્રમુખ રિયાઝ ફાઝિલ કાઝી પર યૌન શોષણ અને ઇસ્લામમાં ધર્માંતર માટે દબાણ કરવાના ગંભીર આરોપો લાગ્યા છે. અનેક યુવતીઓની ફરિયાદના આધારે મનકાપુર પોલીસે FIR નોંધી આરોપીની ધરપકડ કરી લીધી છે.

નાગપુરના ઉત્તર-પશ્ચિમ વિસ્તારમાં બાળકો માટે કામ કરતી એક NGOના અસલી ઈરાદો જાહેર થઈ ગયો છે. આ અંગે શનિવારની રાત્રે મનકાપુર પોલીસ સ્ટેશનમાં FIR નોંધવામાં આવી હતી. ત્યારબાદ આરોપી રિયાઝ ફાઝિલ કાઝીની તાત્કાલિક ધરપકડ કરવામાં આવી છે.

આ પણ વાંચોઃ ડૉ. આંબેડકર ઓપન યુનિવર્સિટી ખાતે વિદેશી ઉચ્ચ શિક્ષણની શિષ્યવૃત્તિ અંગે કાર્યશાળા યોજાઈ

આ કેસ TCS નાસિક યુનિટમાં યૌન અને ઇસ્લામિક ઉત્પીડનના કેસ અને અમરાવતી જિલ્લાના પરતવાડામાં થયેલા યૌન શોષણની ઘટનાઓ બાદ તરત જ સામે આવ્યો છે. આ મામલે ગુપ્તચર એજન્સીઓએ તપાસ શરૂ કરી દીધી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, રાજ્યની આતંકવાદ વિરોધી ટુકડી (ATS) એ NGOના બેકગ્રાઉન્ડ, તેના નાણાકીય વ્યવહારો અને ગરીબ પરિવારોના બાળકોને ભણાવવાના તેના જાહેર હેતુથી પર જઈને તેના સંભવિત સંપર્કોની સમાંતર તપાસ શરૂ કરી છે.

બે વર્ષથી આરોપી પરેશાન કરતો હતો

મીડિયા અહેવાલ અનુસાર મુખ્ય ફરિયાદકર્તા 23 વર્ષની એક મહિલા છે, જે સપ્ટેમ્બર 2023થી NGOમાં એડમિનિસ્ટ્રેશન અને HR હેડ તરીકે કામ કરતા હતા. FIR મુજબ 18 જુલાઈ 2024 ના રોજ આ મહિલાને તેના જન્મદિવસે બપોરે આશરે 1 વાગ્યે ઓફિસમાં થયેલી ઉજવણી બાદ, કાઝીએ તેને પોતાની કેબિનમાં બોલાવી હતી. ત્યાં તેની મરજી વિરુદ્ધ તેને અયોગ્ય રીતે ભેટી પડ્યો હતો, તેના કપાળ પર ચુંબન કર્યું અને કહ્યું હતું, “હું આજે તને જવા દેવા માંગતો નથી.”

ફરિયાદકર્તા મહિલાએ જણાવ્યું કે નોકરી ગુમાવવાના ડરથી તે વિરોધ કરવાની હિંમત કરી શકી નહીં. પીડિતાએ આગળ આરોપ લગાવ્યો કે તેને વારંવાર ગળે લગાડવાના પ્રયાસો કરવામાં આવ્યા હતા, જેમાં એક એવી ઘટના પણ સામેલ છે જ્યારે આરોપીએ આ મહિલાને આલિંગનમાં લેવાનો પ્રયાસ કરતા પહેલા CCTVનો પ્લગ કાઢી નાખ્યો હતો. પીડિતાએ જણાવ્યું કે જ્યારે તેણે આરોપીની આ હરકતોનો વિરોધ કર્યો, ત્યારે તેણે તેની સાથે ગેરવર્તન કરવાનું શરૂ કરી દીધું હતું.

આ પણ વાંચોઃ GCCIના વાર્ષિક ટ્રેડ એક્સ્પો GATE 2026નું ભવ્ય સમાપન, “ધુરંધર” રાકેશ બેદીની પ્રેરક ઉપસ્થિતિ

ફેક સોશિયલ મીડિયા એકાઉન્ટથી નજર રાખતો હતો

પીડિતાએ ફરિયાદમાં જણાવ્યું છે કે જ્યારે તે એકલી હોય ત્યારે આરોપી તેને સ્પર્શ કરતો અને બીજા લોકો પાસેથી તેના વિશે માહિતી મેળવતો હતો. તેણે કાઝી પર એવો પણ આરોપ લગાવ્યો કે તેણે મહિલા સ્ટાફ અને વોલન્ટીયર્સની હરકતો પર નજર રાખવા માટે પોતાના અને તેના નામના કેટલાક અક્ષર ભેગા કરીને એક નકલી સોશિયલ મીડિયા એકાઉન્ટ બનાવ્યું હતું. પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર, FIR મુજબ પીડિતાની મોટી બહેન, જે નવેમ્બર 2025 માં NGO માં આસિસ્ટન્ટ પ્રોજેક્ટ મેનેજર તરીકે જોડાઈ હતી તેના પર પણ આરોપીએ દબાણ કર્યું હતું કે તે ફીલ્ડ વિઝિટ દરમિયાન સુરક્ષિત મુસાફરી માટે એક ખાસ ધર્મની પ્રાર્થના કરે અને આખું શરીર ઢંકાય તેવા ખાસ કપડાં પણ પહેરે.

આ ઉપરાંત, ફરિયાદકર્તાએ જણાવ્યું કે કાઝીના વર્તનને કારણે અન્ય કર્મચારીઓએ પણ નોકરી છોડી દીધી હતી, જેમાં 2024માં NGO સાથે કામ કરતી 24 વર્ષના એક શિક્ષિકાનો પણ સમાવેશ થતો હતો. ફરિયાદકર્તાએ કહ્યું કે સ્ટાફની મહિલા કર્મચારીઓ સામે ધારીધારીને જોયા કરતો હતો એ કારણે પણ સ્ટાફમાં અસંતોષ હતો. એક અત્યંત ગંભીર આરોપ 13 એપ્રિલના રોજ એક પૂર્વ કર્મચારીની માતાને કરવામાં આવેલા ફોન કોલ સાથે જોડાયેલો છે, જેમાં કાઝીએ અપમાનજનક ભાષાનો ઉપયોગ કર્યો હતો.

18 એપ્રિલે કેસ નોંધવામાં આવ્યો

દરમિયાન, કાઝીને કારણે હેરાન થયેલા પીડિતોનું જૂથ 18 એપ્રિલના રોજ NGO ની ઓફિસ પહોંચ્યું ત્યારે ઓફિસ બંધ હતી. ત્યારબાદ તેઓએ પોલીસનો સંપર્ક કર્યો અને કેસ નોંધવામાં આવ્યો. હાલમાં મનકાપુર પોલીસ સ્ટેશનના સિનિયર ઈન્સ્પેક્ટર હરેશ કાલસેકરે જણાવ્યું કે તમામ પીડિતોનો સંપર્ક કરવામાં આવશે. આરોપીની ધરપકડ કર્યા બાદ રવિવારે કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો, કોર્ટે તેને 23 એપ્રિલ સુધી પોલીસ કસ્ટડીમાં મોકલી દીધો છે. આ મામલાની તપાસ અલગ-અલગ પાસાઓથી કરવામાં આવી રહી છે. CCTV સહિતના અન્ય પુરાવાઓની તપાસ બાદ આગળની કાર્યવાહી કરવામાં આવશે.

Exit mobile version