Site icon Revoi.in

મમતાના ગઢમાં ગાબડા પાડવા માટે અમિત શાહે બનાવી ખાસ રણનીતિ

Social Share

નવી દિલ્હી, 2 જાન્યુઆરી 2026: પશ્ચિમ બંગાળમાં ચાલુ વર્ષ 2026માં વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે. જેને લઈને અત્યારથી જ સ્થાનિક રાજકારણમાં ગરમાવો આવી ગયો છે. ભાજપા આ ચૂંટણીને એક રાજ્યની નહીં પરંતુ રાષ્ટ્રીય શાખ સાથે જોડીને મહત્વની ચૂંટણી માની રહ્યું છે. તેને બંગાળમાં ગત ચૂંટણીમાં સારા પરિણામની આશા હતી.

જો કે, આ વખતે ભાજપા કોઈ કચાસ રાખવામાં માંગતી નથી અને મમતા બેનર્જીના સ્થાનિક રાજકારણને વિંધીને બંગાળમાં કમળ ખીલવવા માંગે છે. જેથી કેન્દ્રીય મંત્રી અને ભારતીય રાજકારણમાં ચાણક્ય કહેવાતા અમિત શાહે પશ્ચિમ બંગાળની ચૂંટણીની કમાન પોતાના હાથમાં સંભાળી લીધી છે. જો કે, ભાજપા માટે અહીં અનેક રાજકીય પરેશાનીઓ છે. જેનો ખાતમો કરવા માટે જ અમિત શાહ પશ્ચિમ બંગાળના વધુ પ્રવાસ કરી રહ્યાં છે. તેમજ અમિત શાહ 3 દિવસ પશ્ચિમ કોલકાતામાં ધામા નાખીને માત્ર બંગાળના રાજકારણને સમજવાની સાથે ચોક્કસ રણનીતિની સાથે મમતાના ગઢમાં ગાબડુ પાડવાનું પુરુ પ્લાનિંગ કર્યું છે.

પશ્ચિમ બંગાળ વિધાનસભા માટે અમિત શાહે કાર્યકર્તાઓને રાજ્યની 295 પૈકીબે-તૃતિયાંશ બેઠકો જીતવાનો ટાર્ગેટ આપ્યો છે. આ માટે તેમણે ઘુસણખોરીને લઈને સોનાર બાંગ્લા અંગે પાંચ મંત્ર આપ્યાં છે. જેને લઈને જ ભાજપા મમતા બેનર્જીને ઘેરવા માંગે છે. અમિત શાહે બંગાળના 3 દિવસના પ્રવાસ દરમિયાન વિધાનસભા ચૂંટણીના પ્રચાર અભિયાનનો પાયો નાખ્યો છે. જે પાંચ મુદ્દા ઉપર કેન્દ્રીત છે. શાહે કાર્યકરોને સ્પષ્ટ નિર્દેશ કર્યો છે કે, જ્યારે તેઓ મતદારોની વચ્ચે જાય ત્યારે પાંચ વાતાને પ્રમુખતાથી રજૂ કરે. ભાજપા બંગાળમાં ઘુસણખોરીની સમસ્યા, વંદેમાતરમ, જય શ્રી રામ, સોનાર બાંગ્લાનું નિર્માણ અને બંગાળની વિરાસતને ફરીથી સ્થાપિત કરવાના એજન્ડાને સેટ કરી રહી છે. અમિત શાહનું માનવું છે કે, આ ભાવનાત્મક અને જમીન સાથે જોડાયેલા મુદ્દા છે જે બંગાલની જનતાને ભાજપાના પક્ષમાં એકસાથે લાવશે.

અમિત શાહના એજન્ડામાં સૌથી પ્રથમ આક્રમક મુદ્દો ઘુસણખોરીનો છે. તેમને કાર્યકરોને સ્પષ્ટ કહ્યું છે કે, તેઓ જનતાની વચ્ચે જઈને આ મુદ્દાને પુરી તાકાતથી ઉઠાવે. ગૃહમંત્રીની સ્પષ્ટ કહેવું છે કે, જો પશ્ચિમ બંગાળમાં ભાજપની સરકાર બને છે તો એક-એક બાંગ્લાદેશીઓને શોધી-શોધી હાંકી કાઢવામાં આવશે. આ સાથે જ તેમણે બંગાળના ગૌરવને પરત લાવવાના મુદ્દાને ઘાર આપવાની છે. સોનાર બાંગ્લા નિર્માણ એક સુત્ર નહીં પરંતુ ભાજપનું વચન છે.

વધુ વાંચો:  રાજસ્થાનના ચોમુમાં તોફાનીઓ સામે સરકારની બુલડોઝર કાર્યવાહી

 

Exit mobile version