Site icon Revoi.in

શ્રીરામભૂમિ ફિલ્મમાં અનુપમ ખેર અશોક સિંઘલનું પાત્ર ભજવશે

Anupam Kher to play Ashok Singhal in Shriram Janmabhoomi

Anupam Kher to play Ashok Singhal in Shriram Janmabhoomi

Social Share

મુંબઈ/અયોધ્યા, 10 જુલાઈ, 2026: અયોધ્યા શ્રીરામ મંદિર આંદોલનની પૃષ્ઠભૂમિ પર બની રહેલી આગામી ફિલ્મ ‘શ્રી રામભૂમિ’ ને લઈને સિનેમા જગત અને રાજકીય વર્તુળોમાં ભારે ઉત્સુકતા જોવા મળી રહી છે. તાજેતરમાં જ શૂટિંગ સેટ પરથી લીક થયેલી કેટલીક તસવીરો બાદ, આ ફિલ્મમાં રામ જન્મભૂમિ આંદોલનના પ્રણેતા અને વિશ્વ હિન્દુ પરિષદના પૂર્વ અધ્યક્ષ સ્વ. અશોક સિંઘલનું પાત્ર કોણ ભજવી રહ્યું છે તેના પરથી સત્તાવાર પડદો હટી ગયો છે.

અભિનેતાએ પોતે જ સોશિયલ મીડિયા પર પોતાના લુકની તસવીરો શેર કરીને ચાહકો સાથે આ માહિતી આપી છે. તેમણે જણાવ્યું કે, ઇતિહાસના આટલા મોટા અને પ્રભાવશાળી વ્યક્તિત્વને રૂપેરી પડદા પર સાકાર કરવું એ તેમના માટે ગૌરવની સાથે-સાથે એક મોટી વહીવટી અને નૈતિક જવાબદારી પણ છે.

અશોક સિંઘલ કેમ આ ફિલ્મનું કેન્દ્રબિંદુ છે?

મૂળ એન્જિનિયરિંગનો અભ્યાસ કરનારા અશોક સિંઘલ 1980ના દાયકામાં રામ મંદિર આંદોલનના મુખ્ય સુત્રધાર બન્યા હતા. તેમણે દેશભરમાં કારસેવકોને એકઠા કરવામાં અને આંદોલનને જન-આંદોલન બનાવવામાં સૌથી મહત્ત્વની ભૂમિકા ભજવી હતી. ફિલ્મ ‘શ્રી રામભૂમિ’ ના મેકર્સના જણાવ્યા અનુસાર, આ ફિલ્મમાં મંદિર આંદોલનની શરૂઆતથી લઈને કાનૂની લડાઈ અને મંદિરના નિર્માણ સુધીની પડદા પાછળની અજાણી વાતો દર્શાવવામાં આવશે.

ઉદ્યોગ જગતમાં ચર્ચા

હિન્દી ફિલ્મ ઉદ્યોગ અને સિનેમા નિષ્ણાતો મતે આ ફિલ્મ આગામી સમયમાં ભારે લોકપ્રિયતા મેળવી શકે છે. ફિલ્મમાં અશોક સિંઘલ ઉપરાંત આંદોલન સાથે જોડાયેલા અન્ય કયા મોટા નેતાઓ (જેમ કે લાલકૃષ્ણ અડવાણી, મુરલી મનોહર જોશી) નાં પાત્રો કોણ ભજવશે, તેને લઈને પણ અટકળો તેજ થઈ ગઈ છે. ફિલ્મનું શૂટિંગ હાલમાં ઉત્તર પ્રદેશ અને મુંબઈના વિવિધ લોકેશન પર ચાલી રહ્યું છે અને તેને ભવ્ય સ્તર પર રિલીઝ કરવાની તૈયારીઓ કરવામાં આવી રહી છે.

અનુપમ ખેરે શૅર કર્યો લૂક

દરમિયાન, હિન્દી સિનેમાના સમગ્ર ઇતિહાસના સૌથી વર્સેટાઈલ અભિનેતા અનુપમ ખેરે પોતે સોશિયલ મીડિયા એક્સ મારફત પોતાની લાગણી તેમજ ફિલ્મમાં પોતાના લૂકની તસવીરો શૅર કરી છે. તેમણે જણાવ્યું કે, “હવે જ્યારે મારા દ્વારા ભજવવામાં આવી રહેલા પાત્રની કેટલીક તસવીરો મીડિયામાં આવી ગઈ છે, તો મને લાગ્યું કે આપ સૌને હું પોતે જ જણાવી દઉં કે હું કઈ ભૂમિકામાં જોવા મળવાનો છું.

ફિલ્મ ‘શ્રી રામભૂમિ’ માં હું શ્રી અશોક સિંઘલ જીની ભૂમિકા ભજવી રહ્યો છું!! એક એવું વ્યક્તિત્વ, જેમણે શ્રીરામ જન્મભૂમિ આંદોલનને પોતાની પૂરી નિષ્ઠા, દ્રઢ સંકલ્પ અને સમર્પણથી દિશા આપી. તેઓ માત્ર એક નેતા નહોતા, પરંતુ પ્રભુ શ્રીરામના અનન્ય સેવક હતા. તેમની આસ્થા, તેમની સંવેદનશીલતા અને તેમના અતૂટ વિશ્વાસે આ આંદોલનને એક નવી ઊર્જા આપી.

ઇતિહાસના આવા વ્યક્તિત્વને પડદા પર પ્રામાણિકતા અને સંવેદનશીલતા સાથે જીવંત કરવું મારા માટે એક બહુ મોટી જવાબદારી છે. હું પૂરી નિષ્ઠાથી મારું સર્વશ્રેષ્ઠ આપવાનો પ્રયત્ન કરીશ.

આપ સૌના આશીર્વાદ અને શુભેચ્છાઓની જરૂર રહેશે. જય શ્રી રામ!”

Exit mobile version