1. Home
  2. revoinews
  3. Video: બાંગ્લાદેશમાં હજારો હિન્દુ રસ્તા પર ઉતર્યા, ઢાકાના માર્ગો પર જય શ્રીરામના નારા

Video: બાંગ્લાદેશમાં હજારો હિન્દુ રસ્તા પર ઉતર્યા, ઢાકાના માર્ગો પર જય શ્રીરામના નારા

0
Social Share

ઢાકા, 20 જૂન, 2026 – બાંગ્લાદેશની રાજધાની ઢાકામાં હિન્દુઓએ મોટા પાયે પ્રદર્શન કર્યા હતા. ભગવાન રામની સૌથી ઊંચી પ્રતિમા બનાવવાના વિરોધમાં કટ્ટરપંથી ઇસ્લામવાદીઓ દ્વારા તેમની તસવીરનું અપમાન કરવા બદલ વ્યાપક વિરોધ પ્રદર્શન યોજાયા હતા. હજારો હિન્દુઓએ ઢાકામાં મશાલ સરઘસ કાઢ્યું અને ‘જય શ્રી રામ’ ના નારા લગાવ્યા હતા. પ્રદર્શનકારીઓએ ભગવાન રામનું અપમાન કરનારાઓની ધરપકડ કરવાની માંગ કરી છે.

હિન્દુઓનું આ પ્રદર્શન ઉત્તરી ગાયબાંધા જિલ્લાના પલાશબાડીમાં ભગવાન રામની 81 ફૂટ ઊંચી પ્રતિમાના નિર્માણ પર રોક લગાવ્યાના વિરોધમાં કરવામાં આવ્યું હતું. આ પ્રોજેક્ટ પાછળ કામ કરી રહેલી શ્રી શ્રી રાધા ગોવિંદ મંદિર સમિતિએ દાવો કર્યો છે કે અધિકારીઓને ઇસ્લામિક જૂથો તરફથી ધમકીઓ મળી છે. આ ઘટનાએ મુસ્લિમ બહુલ બાંગ્લાદેશમાં લઘુમતીઓના અધિકારો અંગેની ચિંતાઓને ફરીથી સપાટી પર લાવી દીધી છે.

આ પણ વાંચોઃ બાંગ્લાદેશમાં વિશાળ હિન્દુ મૂર્તિઓને બચાવી લેવા ભારતને એક મુસ્લિમ પત્રકારની અપીલ

રવિવારે હિન્દુ પ્રદર્શનકારીઓ આવેદનપત્ર સોંપશે

પ્રદર્શન કરી રહેલા લોકોએ આક્ષેપ કર્યો હતો કે તાજેતરમાં એક હિંસક ટોળાએ ભગવાન રામની પ્રતિમા પર જૂતાં મૂકીને તેને અપવિત્ર કરી હતી, જે હિન્દુ ધર્મનું અપમાન અને અનાદર છે. તેમણે 72 કલાકનું અલ્ટીમેટમ આપતા જણાવ્યું હતું કે જો આ અપમાન પાછળના દોષિતોની સમયસર ધરપકડ કરવામાં નહીં આવે, તો તેઓ રવિવારે ધાર્મિક બાબતોના મંત્રાલયને આવેદનપત્ર સોંપશે. આ ઉપરાંત તેમણે વડાપ્રધાન સાથે બેઠક તેમજ વિવિધ રેલીઓ અને કાર્યક્રમો સહિતની આગામી યોજનાઓની જાહેરાત પણ કરી હતી.

જુઓ વીડિયોઃ

“જય શ્રીરામ” ના નારા પણ લાગ્યા

મળતી માહિતી મુજબ, શુક્રવારે સાંજે 5 વાગ્યાથી રાજધાની ઢાકાના શાહબાગ ચોક (શાહબાગ સ્ક્વેર) ખાતે હિન્દુ સમુદાયના વિવિધ સંગઠનો એક પછી એક એકઠા થયા હતા. જેમાં વિવિધ યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ પણ સામેલ હતા. આ સરઘસ શાહબાગ ચોકથી શરૂ થઈને મોટેશ્વર ભવન થઈને નેશનલ પ્રેસ ક્લબ સુધી ગયું હતું. મશાલ સરઘસ દરમિયાન લોકોએ “જય શ્રીરામ” અને બીજા નારા લગાવ્યા હતા.

ભગવાન રામના અપમાનના વિરોધમાં શુક્રવારે સવારે ઢાકામા બે અલગ-અલગ કાર્યક્રમો પણ યોજાયા હતા. હિન્દુ મહાજોત નામના સંગઠનના બે જૂથોએ બે અલગ-અલગ કાર્યક્રમો કર્યા હતા. એક કાર્યક્રમ નેશનલ પ્રેસ ક્લબ સામે યોજાયો હતો અને બીજો કાર્યક્રમ ઢાકા રિપોર્ટર્સ યુનિટી ખાતે પ્રેસ કોન્ફરન્સ દરમિયાન યોજાયો હતો. નેશનલ પ્રેસ ક્લબ સામે યોજાયેલો કાર્યક્રમ એક માનવ સાંકળ (હ્યુમન ચેઈન) સ્વરૂપે હતો.

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code