Site icon Revoi.in

વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટમાં ભાગ લેવા માટે વિદેશી પ્રતિનિધિ મંડળનું આગમન

Social Share

અમદાવાદઃ ગુજરાતમાં વાઈબ્રન્ટ ગ્લોબલ સમિટમાં ભાગ લેવા માટે દેશ-વિદેશના પ્રતિનિધિ મંડળનું આગમન થઈ રહ્યું છે. આ પ્રતિનિધિ મંડળનું ભવ્ય સ્વાગત કરવામાં આવી રહ્યું છે. દરમિયાન વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ 2024માં સહભાગી થવા ગુજરાતના પ્રવાસે પધારેલા મોઝામ્બિકના રાષ્ટ્રપતિ શ્રી ફિલિપ જેકિન્ટો ન્યુસીનું અમદાવાદ એરપોર્ટ ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ઉષ્માસભર સ્વાગત કર્યું હતું.

અમદાવાદ એરપોર્ટ પર શહેરના મેયર સુશ્રી પ્રતિભા જૈન, રાજ્યના મુખ્ય સચિવ રાજ કુમાર, રાજ્યના પોલીસ વડા વિકાસ સહાય, અમદાવાદના પોલીસ કમિશનર જી.એસ.મલિક, વિદેશ મંત્રાલયના ચીફ ઓફ પ્રોટોકોલ અંશુમન ગૌર, રાજ્યના ચીફ પ્રોટોકોલ ઓફિસર જ્વલંત ત્રિવેદી, જિલ્લા કલેકટર સુશ્રી પ્રવીણા ડી.કે. સહિતના ઉચ્ચ અધિકારીઓએ ઉપસ્થિત રહી મોઝામ્બિકના રાષ્ટ્રપતિને આવકાર્યા હતા. આ પ્રસંગે વિવિધ સાંસ્કૃતિક જૂથો દ્વારા ગુજરાતની સાંસ્કૃતિક ઝાંખી રજૂ કરીને મોઝામ્બિકના રાષ્ટ્રપતિને આવકારવામાં આવ્યા હતા.

વડાપ્રધાન નરેન્દ્ર મોદી 3 દિવસની ગુજરાતની મુલાકાતે આવ્યાં છે. આવતીકાલે વડાપ્રધાન નરેન્દ્ર મોદી વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ 2024નો પ્રારંભ કરાવશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાત પ્રવાસ દરમિયાન વિવિધ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે. આ ઉપરાંત વિવિધ દેશના મહાનુભાવો સાથે મુલાકાત કરીને બંને દેશના સંબંધોને લઈને ચર્ચા કરશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગાંધીનગરમાં ડેમોક્રેટીક રિપબ્લિક તિમોર લેસ્તેના રાષ્ટ્રપતિ જોઝે રામોઝોર્તા સાથે મુલાકાત કરી. પ્રધાનમંત્રીએ ડેમોક્રેટીક રિપબ્લિક તિમોર લેસ્તેના રાષ્ટ્રપતિ જોઝે રામોઝોર્તા અને તેમના પ્રતિનિધિમંડળને વાઇબ્રન્ટ ગુજરાત સમિટમાં ઉષ્માસભર આવકાર આપ્યો હતો. જે બંને દેશો વચ્ચે સૌપ્રથમ વાર રાજ્યનાં વડા કે સરકારી સ્તરની મુલાકાત છે.