Site icon Revoi.in

આશુતોષ ગોવારીકરની ભારતની 57મી ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ માટે ફેસ્ટિવલ ડાયરેક્ટર તરીકે નિમણૂક

Social Share

મુંબઈ, 1 મે 2026: માહિતી અને પ્રસારણ મંત્રાલયે ગોવા ખાતે યોજાનારા ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ ઓફ ઇન્ડિયા (IFFI)ની 57મી આવૃત્તિ માટે જાણીતા ફિલ્મ નિર્માતા આશુતોષ ગોવારીકરની ફેસ્ટિવલ ડાયરેક્ટર તરીકે નિમણૂક કરી છે. ગોવારીકર ભારતીય સિનેમામાં પ્રતિષ્ઠિત યોગદાન આપનારા ખ્યાતનામ ફિલ્મ નિર્માતા છે. IFFI સાથે તેમનો સંબંધ અનેક દાયકાઓથી છે, જે સિનેમેટિક કલાના ઉત્ક્રાંતિ અને આંતરરાષ્ટ્રીય ફિલ્મ સંસ્કૃતિ સાથેના તેમના ઊંડા જોડાણને પ્રતિબિંબિત કરે છે.

નિમણૂક અંગે પોતાના વિચારો વ્યક્ત કરતા ગોવારીકરે જણાવ્યું હતું કે, “ગોવાના પ્રતિષ્ઠિત 57માં ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ ઓફ ઇન્ડિયાના ફેસ્ટિવલ ડાયરેક્ટર તરીકે સેવા આપવી એ મારા માટે અત્યંત ગર્વ અને આનંદની વાત છે. આ ફેસ્ટિવલના ઉત્ક્રાંતિનો સાક્ષી બનવાનું સૌભાગ્ય મને મળ્યું છે. 1984માં તેમાં હાજરી આપવાથી લઈને વર્ષો સુધી મારો સંબંધ ચાલુ રાખવા સુધી, છેક 2024 સુધી, જ્યારે મેં ઇન્ટરનેશનલ સિનેમા માટે જ્યુરી પ્રેસિડેન્ટ તરીકે સેવા આપી હતી.”

તેમણે વધુમાં ઉમેર્યું, “1952 થી અસંખ્ય ફેસ્ટિવલ ટીમો દ્વારા દાયકાઓથી જે વારસો બનાવવામાં આવ્યો છે, ઉછેરવામાં આવ્યો છે અને વિસ્તૃત કરવામાં આવ્યો છે તેને આગળ ધપાવવો એ એક મોટું સન્માન છે, જે જવાબદારીની નવી ભાવના સાથે જોડાયેલું છે. હું માહિતી અને પ્રસારણ મંત્રાલય અને ગોવા સરકાર સાથે મળીને કામ કરવા આતુર છું.”

આ પણ વાંચોઃ અમેરિકાએ ભારતને લગભગ 14 મિલિયન ડોલર કિંમતની 657 પ્રાચીન વસ્તુઓ પરત કરી

Exit mobile version