Site icon Revoi.in

બાયડ ભાજપમાં મોટું ગાબડું: ૨૦૦થી વધુ આગેવાનો કોંગ્રેસમાં જોડાયા

Big blow to BJP in Bayad

Big blow to BJP in Bayad

Social Share

બાયડ, 10 એપ્રિલ, 2026 – અરવલ્લી જિલ્લાના બાયડ તાલુકાના લાંક વિસ્તારમાં ભાજપને મોટો રાજકીય ફટકો પડ્યો છે. ભાજપની નીતિઓથી નારાજ થઈ દેસાઈપુરાકંપા ગ્રામ પંચાયતના સરપંચ કેશાજી ઠાકોર અને ડેપ્યુટી સરપંચ દિપેશભાઈ પટેલ સહિત ૨૦૦થી વધુ સક્રિય કાર્યકરો આજે કેસરીયો ત્યાગી વિધિવત રીતે કોંગ્રેસમાં જોડાયા છે.

Big blow to BJP in Bayad

જિલ્લા કોંગ્રેસ પ્રમુખ અરૂણભાઈ પટેલના અધ્યક્ષસ્થાને યોજાયેલા આ કાર્યક્રમમાં પૂર્વ ધારાસભ્ય જશુભાઈ પટેલ સહિતના અગ્રણીઓએ તમામનું ખેસ પહેરાવી સ્વાગત કર્યું હતું. લાંકના પૂર્વ સરપંચ કાળુસિંહ ઝાલા અને અન્ય સ્થાનિક નેતાઓના જોડાવાથી આ વિસ્તારમાં કોંગ્રેસ વધુ મજબૂત બની છે. જનતાના પડતર પ્રશ્નો માટે હવે આ નવી ટીમ મજબૂતાઈથી લડત આપશે. આ પક્ષ પરિવર્તને બાયડના રાજકારણમાં ભારે ગરમાવો લાવી દીધો છે.

આ પણ વાંચોઃ જાંબાઝ કર્નલ શ્રીકાંત પુરોહિતને મળ્યું બ્રિગેડિયર તરીકે પ્રમોશન

Exit mobile version