- મલ્લિકાર્જુન ખડગે વિરુદ્ધ દિલ્હીના સાકેત સાયબર સેલમાં ગુનાઈત ફરિયાદ દાખલ: અસામમાં આપેલા ભાષણને ‘હેટ સ્પીચ’ ગણાવાયું
નવી દિલ્હી, 9 એપ્રિલ, 2026 – હિન્દુઓને અને તેમાંય ખાસ કરીને આરએસએસ તથા ભાજપના કાર્યકરોને ઝેરીલા સાપ ગણાવનાર કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે વિરુદ્ધ સાયબર સેલમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. આસામમાં થોડા દિવસ પહેલાં ચૂંટણી પ્રચાર દરમિયાન મુસ્લિમ મતદારોને સંબોધતા ખડગેએ વિવાદાસ્પદ અને અત્યંત આઘાતજનક નિવેદન કર્યું હતું.
ખડગેના એ ધિક્કારપાત્ર નિવેદન બાદ ભાજપ, સંઘ સહિત અનેક અગ્રણી હિન્દુઓએ પ્રત્યાઘાત આપ્યા હતા. જોકે આ મુદ્દાને આગળ લઈ જતાં દિલ્હીના એક મહિલા સિનિયર એડવોકેટે ખડગે વિરુદ્ધ ફરિયાદ દાખલ કરી દીધી છે.
અમિતા સચદેવા નામના આ મહિલા વકીલે આ અંગેની માહિતી તેમના સોશિયલ મીડિયા હેન્ડલ X ઉપર આપી છે. શ્રી સચદેવાએ જણાવ્યું કે, ખડગેનું નિવેદન માત્ર આપત્તિજનક જ નહીં પરંતુ હેટ સ્પીચની કેટેગરીમાં આવે છે અને તેથી તેમની વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવી જરૂરી છે.
આ પણ વાંચોઃ તો રાષ્ટ્રના શિક્ષણ ક્ષેત્ર ઉપર ગંભીર અસર પડશેઃ દેશના 51 વિદ્વાનોએ રાષ્ટ્રપતિને પત્ર લખ્યો
એડવોકેટે તેમની વિસ્તૃત પોસ્ટમાં કહ્યું કે, “આજે, 9 એપ્રિલ 2026 ના રોજ, મેં સ્ટેશન હાઉસ ઓફિસર (SHO), સાયબર સેલ પોલીસ સ્ટેશન, સાકેત, નવી દિલ્હી સમક્ષ શ્રી મલ્લિકાર્જુન ખડગે વિરુદ્ધ એક ઔપચારિક ફોજદારી ફરિયાદ દાખલ કરી છે. આ ફરિયાદ અસમના નિલમબજારમાં એક જાહેર રેલી દરમિયાન તેમના દ્વારા આપવામાં આવેલા અત્યંત ઉશ્કેરણીજનક, કોમી રીતે ચાર્જડ અને હિંસા ભડકાવતા ભાષણ સામે કરવામાં આવી છે. આ સ્પષ્ટપણે ‘હેટ સ્પીચ’ (નફરત ફેલાવતું ભાષણ) છે.
“પોતાના ભાષણમાં તેમણે RSS અને BJP ને “ઝેરીલા સાપ” (ઝેરી સાપ) તરીકે સંબોધ્યા હતા અને અહેવાલ મુજબ કુરાનનો હવાલો આપીને પ્રેક્ષકોને નમાઝ છોડીને તેમને ખતમ કરવા વિનંતી કરી હતી, સાથે એવી ચેતવણી પણ આપી હતી કે જો આમ કરવામાં નહીં આવે તો તેમનું પોતાનું અસ્તિત્વ જોખમમાં મુકાશે.
“આવા નિવેદનો પ્રથમ દૃષ્ટિએ વિવિધ જૂથો વચ્ચે દુશ્મનાવટને પ્રોત્સાહન આપે છે, હિંસા ભડકાવે છે અને કોમી સૌહાર્દને ખલેલ પહોંચાડે છે.
“આ કોઈ સુરક્ષિત રાજકીય ભાષણ નથી પરંતુ એક ગંભીર દુરુપયોગ છે જે આપણા રાષ્ટ્રના બિનસાંપ્રદાયિક માળખા અને બંધારણીય મૂલ્યો પર પ્રહાર કરે છે. મેં ભારતીય ન્યાય સંહિતા (BNS), 2023 અને IT એક્ટની સંબંધિત જોગવાઈઓ હેઠળ ફરિયાદ કરી છે, અને હેટ સ્પીચ પર માનનીય સુપ્રીમ કોર્ટના નિર્દેશો મુજબ તાત્કાલિક તપાસ અને કાર્યવાહીની વિનંતી કરી છે. કાયદાનું શાસન પ્રવર્તવું જોઈએ. ન્યાયની માંગ છે કે આ મામલે ઝડપી અને નિષ્પક્ષ કાર્યવાહી કરવામાં આવે.”
Today, on 9th April 2026, I have filed a formal criminal complaint before the Station House Officer, Cyber Cell Police Station, Saket, New Delhi, against Mr. Mallikarjun Kharge (@kharge) for his highly inflammatory, communally charged and violence-inciting speech delivered at a… pic.twitter.com/IS3j5u0TZC
— Amita Sachdeva, Advocate (@SachdevaAmita) April 9, 2026

