Site icon Revoi.in

સુરતની આ અનોખી દુકાન વિશે જાણો છો? જુઓ VIDEO મન હોય તો માળવે પણ જવાય

unique shop in Surat 

unique shop in Surat 

Social Share

[અલકેશ પટેલ], રિવોઈ ન્યૂઝ, 21 માર્ચ, 2026 – unique shop in Surat મન હોય તો માળવે જવાય એ કહેવત બધા જાણે છે, જોકે હવે તેમાં આંશિક ઉમેરો કરવો જોઈએ – મન હોય તો માળવે પણ જવાય. અને પહેલા માળે પણ જવાય.

વર્ષોથી આપણે બધાએ એવાં દૃશ્યો જોયાં છે જ્યાં ફ્લેટમાં ઊંચે રહેતા લોકો, વારંવાર નીચે આવી ન શકે એવા લોકો, દોરડે બાંધેલી ડોલ નીચે સુધી લંબાવે અને ફેરિયો તેમાં દૂધ કે શાકભાજી કે ફળો મૂકી દે.

એક સમયે ભારતનાં ગામડાંમાં કૂવામાંથી પાણી મેળવવાની આવી પદ્ધતિ હતી. પણ હવે આજે જે જોવા મળી રહ્યું છે તે કંઈક અલગ જ લેવલનું છે. વાત છે હુરતની અર્થાત સુરતની. આ વીડિયો જોઈને તમે પણ કહેશો- વાહ ભાઈ, હુરતી એટલે હુરતી. આ વીડિયો મીમ સપ્લાયર દ્વારા શૅર કરવામાં આવ્યો છે અને વીડિયો સુરત એક્સક્લુઝિવના નામે છે. અહીં સોશિયલ મીડિયા ઈન્ફ્લુએન્સર કુલદીપસિંહ કલેરને પણ યાદ કરવા જોઈએ. તેમનું એક પુસ્તક છેઃ ધંધો નાનો છે પણ પોતાનો છે, જેમાં આવા સંખ્યાબંધ ઉદાહરણ આપવામાં આવ્યાં છે.

સુરતનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેમાં એક વ્યક્તિ આવે છે, હાથ લંબાવીને બેલ દબાવે છે અને પછી ઉપર પહેલે માળેથી દોરડું બાંધેલી એક ડોલ નીચે આવે છે. બેલ મારનાર ભાઈ તેમાં ચિઠ્ઠી મૂકે છે અને પછી થોડી વારમાં તેમણે લખેલી ચીજો ડોલમાં પરત આવે છે.

અહીં બેલ મારનાર ભાઈ ગ્રાહક છે, અને તેઓ છે…ક પહેલે માળે આવેલી દુકાનમાંથી જીવનજરૂરી ચીજો ખરીદવા આવ્યા છે.

વીડિયો આગળ વધે છે, બીજા કેટલાક ગ્રાહક આવે છે, માતા તેમનાં બાળકો સાથે આવે છે, બધા ડોલમાં ચિઠ્ઠી મૂકે અને તે પ્રમાણેની ચીજવસ્તુઓ ડોલમાં નીચે આવી જાય.

આ એક વીડિયોમાં કેટલા બધા સંદેશ છે! જુઓ

એક તો જેને કામ કરવું જ છે, જેને બિઝનેસ કરવો જ છે તેમના માટે કોઈપણ સ્થિતિ પ્રતિકૂળ નથી હોતી. બસ એ માટે તૈયારી જોઈએ અને પછી રસ્તા મળી આવે.

તમારી પાસે દુકાનની જગ્યા લેવાની મૂડી ન હોય, ઘર પણ ગ્રાઉન્ડ ફ્લોરને બદલે પહેલે માળે હોય છતાં તમે ઈચ્છો તો બિઝનેસ કરી શકો.

ગ્રાહકોને સુવિધા મળતી હોય તો એ ખરીદી માટે આવે જ છે.

બેરોજગારીની બૂમો પાડતા બદમાશો માટે આ વીડિયો એ સંદેશ પણ છે કે, લાચારી જેવું કશું જીવનમાં હોતું નથી. કામ કરવું જ હોય તો અનેક રસ્તા મળી જ રહે છે.

Exit mobile version