Site icon Revoi.in

GCCI બિઝનેસ વુમન કમિટી “હેલ્થ સમિટ”ના બીજા દિવસે ડૉ. ભરત દવેએ માર્ગદર્શન આપ્યું: જુઓ VIDEO

GCCI સેમિનાર, ડૉ. ભરત દવે
Social Share

અમદાવાદ, 17 ડિસેમ્બર, 2025: GCCI Business Women Committee “Health Summit” GCCIની બિઝનેસ વુમન કમિટી દ્વારા યોજાઈ રહેલા પાંચ દિવસના હેલ્થ સમિટ સેમિનારના બીજા દિવસે સ્પાઇન સર્જન ડૉ. ભરત દવે દ્વારા આરોગ્ય વિષયક માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.

15 થી 19 ડિસેમ્બર, 2025 દરમિયાન “એલિવેટીંગ હેલ્થ અવેરનેસ વિથ  લીડર્સ ઇન મેડિસિન” – “સ્માર્ટ લિવિંગ ફોર બિઝનેસ લીડર્સ” થીમ સાથે “હેલ્થ સમિટ”નું આયોજન GCCI હોસ્પિટલ અને મેડિકલ કમિટીના સહયોગથી કરવામાં આવ્યું છે.

આ સિરીઝના બીજા દિવસ એટલે કે 16 ડિસેમ્બર, 2025ને મંગળવારે મુખ્ય વક્તા તરીકે નિષ્ણાત સ્પાઇન સર્જન ડૉ. ભરત દવે ઉપસ્થિત રહ્યા હતા. તેમણે ઓસ્ટીયોપોરોસિસ અને સાર્કોપેનિયા વિશે માહિતી તેમજ માર્ગદર્શન પૂરાં પાડ્યાં હતાં. ડૉ. ભરત દવે સ્તવ્ય સ્પાઈન હોસ્પિટલના સ્થાપક અને ડિરેક્ટર છે. GCCI બિઝનેસ વુમન કમિટીએ આ સમગ્ર સિરીઝનું આયોજન GCCI હોસ્પિટલ અને મેડિકલ કમિટી સાથે કરેલું છે.

આ પ્રસંગે સ્વાગત કરતાં GCCI બિઝનેસ વુમન કમિટીની ચેરપર્સન શ્રીમતી આશા વઘાસિયાએ આ કાર્યક્રમમાં નિષ્ણાત સ્પાઇન સર્જન ડૉ. ભરતભાઈ દવે, GCCIના પ્રમુખ શ્રી સંદીપ એન્જિનિયર, ઉપપ્રમુખ શ્રી અપૂર્વ શાહ તથા માનનીય ખજાનચી શ્રી ગૌરાંગ ભગતની ઉપસ્થિતિ બદલ હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો.

બિઝનેસ વુમન કમિટીના સભ્ય શ્રીમતી બંસી શાહે ડૉ. ભરત દવેનો સંક્ષિપ્ત પરિચય આપ્યો હતો અને જણાવ્યું હતું કે તેમના દાયકાઓના અનુભવ, કાળજીપૂર્વક અને માનવતાભર્યો અભિગમ તથા માર્ગદર્શક સૂચનો દ્વારા આ વિષય પર પ્રકાશ પડશે, જેના કારણે આ મૌન પરંતુ ગંભીર આરોગ્ય પડકારો અંગે આપણી સમજ વધુ વ્યાપક બની રહેશે.

GCCI Business Women Committee “Health Summit”

આ પ્રસંગે બોલતા ડૉ. ભરત દવેએ ઓસ્ટીયોપોરોસિસ અને સાર્કોપેનિયા વિશે ખૂબ ઊંડાણથી વાત કરી હતી તેમજ માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. તેઓએ વ્યક્તિગત જીવનમાં લાંબા સમય સુધી આ બંને રોગને દૂર રાખવા જીવનશૈલીમાં પરિવર્તન તેમજ સક્રિય અને જીવંત દૈનિક દિનચર્યા અને યોગ્ય પોષણની આદતોની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો. તેઓએ ઓસ્ટીયોપોરોસિસ અને સાર્કોપેનિયા સંબંધિત ટેકનિકલ માહિતી પણ પૂરી પાડી હતી.

GCCIની હેલ્થ સિરીઝના આગામી સત્રોમાં શહેરી વાતાવરણમાં શ્વસન સુખાકારી વિષય પર ડૉ. પાર્થિવ મહેતા, MD, પલ્મોનોલોજિસ્ટ, તેમજ પાચન, રોગપ્રતિકારક શક્તિ અને જીવનશૈલીના ટ્રિગર્સ વિષય પર ડૉ. સુધાંશુ પટવારી, MD, ગેસ્ટ્રોએન્ટેરોલોજિસ્ટ, અને હાર્મની વિથ હેલ્થી હાર્ટ, વર્ક-લાઇફ બેલેન્સ સ્ટ્રેટેજી ફૉર એન્ટરપ્રેન્યોર્સ એન્ડ ફેમિલીઝ વિષય પર ડૉ. કેયુર પરીખ, MD, ઇન્ટરવેન્શનલ કાર્ડિયોલોજિસ્ટ અને Marengo CIMS હોસ્પિટલના ચેરમેન અને ડૉ. અનિશ ચંદારાણા, MD, ઇન્ટરવેન્શનલ કાર્ડિયોલોજિસ્ટ, Marengo CIMS હોસ્પિટલ માહિતી તેમજ માર્ગદર્શન પૂરું પાડશે.

GCCI Business Women Committee “Health Summit”

BWC કમિટીના મેમ્બર મિસ કવિતા મોદીએ આભારવિધિ કરી તે સાથે બીજા દિવસનું સત્ર પૂર્ણ થયું હતું.

GCCI બિઝનેસ વુમન કમિટી દ્વારા “હેલ્થ સમિટ”નું આયોજન: જુઓ Video

Exit mobile version